પ્રથમ સત્રમાં ત્રિપલ તલાક સહિત 10 અધ્યાદેશને કાયદો બનાવવા સરકારની તૈયારી

0
62

2019માં લોકસભા ચૂંટણીમાં મળેળી ભવ્ય જીત બાદ કેન્દ્રની એનડીએ સરકાર 17 લોકસભાના પ્રથમ સંસદ સત્રમાં 10 અધ્યાદેશને કાયદો બનાવવાની તૈયારીઓમાં લાગી ગઇ છે. સરકાર આ વિધેયકોને સંસદના આ સત્રમાં બંને સદનોમાં પાસ કરાવી કાયદો બનવી દેવા માગે છે.

જેમાં ત્રણ તલાક, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ (સંશોધન), અનિયમિત જમા યોજનાઓના અધ્યાદેશ પર પ્રતિબંધ, 2019, જમ્મૂ અને કાશ્મીર આરક્ષણ (સંશોધન બિલ), આંધ્ર એન્ડ અધર લોજ (અમેંડમેંટ), નવી દિલ્લી આરબિટ્રેશન સેન્ટર, હોમયોપેથિક સેન્ટ્રલ કાઉન્સિલ (સંશોધન બિલ) અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સહિત 10 બિલ છે જેને સરકાર ગત કાર્યકાળમાં સંસદમાં પાસ કરાવી શકી નહોતી. જેના પર કેન્દ્રની તત્કાલિન એનડીએ સરકારે અધ્યાદેશ લાવવો પડ્યો હતો. જો આ 10 વિધયકોને આ સત્રમાં કેન્દ્ર સરકાર બંને સદનોમાં પાસ નહી કરાવી શકે તો આ વિધેયકો પર ફરીથી અધ્યાદેશ લાવવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીનું પ્રથમ સત્ર 17 જૂનથી શરૂ થશે. જ્યારે કેન્દ્ર સરકાર પોતાનું પ્રથમ બજેટ 5 જૂલાઇએ સંસદમાં રજૂ કરશે.

આ અધ્યાદેશને સંસદમાં પસાર કરી શકે છે સરકાર
1. મુસ્લિમ વુમેન (પ્રોટેકશન ઓફ રાઇટ્સ ઓન મેરિજ) બીજો અધ્યાદેશ 2019, 21 ફેબ્રુઆરી અધ્યાદેશ લવાયો
2. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ (સંશોધન) બીજો અધ્યાદેશ, 2019, 21 ફેબ્રુઆરી અધ્યાદેશ લવાયો
3. કંપની (સુધાર) અધ્યાદેશ (બીજો) 2019, 21 ફેબ્રુઆરી અધ્યાદેશ લવાયો
4. અનિયમિત જમા યોજનાના અધ્યાદેશ પર પ્રતિબંધ, 2019, 21 ફેબ્રુઆરીએ અધ્યાદેશ લવાયો
5. જમ્મૂ-કાશ્મીર આરંક્ષણ (સંશોધન) અધ્યાદેશ, 2019, 1 માર્ચ 2019 લવાયો
6. આંધ્ર એન્ડ અધર લોજ (અમેંડમેન્ટ) ઓર્ડિનેન્સ, 2019, 2 માર્ચે અધ્યાદેશ લવાયો
7. ન્યૂ દિલ્લી ઇન્ટરનેશનલ આરબિટ્રેશન સેન્ટર ઓર્ડિનેન્સ, 2019, 2 માર્ચે 2019 અધ્યાદેશ લવાયો
8. હોમયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ (અમેંડમેંટ) ઓર્ડિનેન્સ, 2019. 2 માર્ચે અધ્યાદેશ લવાયો
9. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (અમેંડમેંટ) ઓર્ડિનેન્સ, 2019. 2 માર્ચે અધ્યાદેશ લવાયો
10. સેન્ટ્રલ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂશંસ (રિઝર્વેશન ઇન ટીચર્સ કેડર) ઓર્ડિનેન્સ 2019

મોદી સરકાર સંસદના પ્રથમ સત્રમાં જ ત્રણ તલાક પર રોક સહિત 10 જેટલા વટહુકમ પર કાયદો બનાવવાની તૈયારીમાં છે. સરકારી સૂત્રો દ્વારા આ માહિતી મળી છે. મહત્વનું છે કે કેન્દ્રની મોદી સરકારે ગત કાર્યકાળમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વટહુકમ જાહેર કર્યો હતો, પરંતુ 16મી લોકસભાના છેલ્લા સત્રમાં વટહુકમ કાયદામાં પરિવર્તિત ન થઈ શક્યા.

જોકે લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર ફરી એકવાર સત્તામાં પરત ફરી છે. આમ આ વટહુકમને ફરી એકવાર લોકસભામાં રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ વટહુકમને સંસદ સત્ર શરૂ થવા બાદ 45 દિવસની અંદર કાયદાના રૂપમાં પરિવર્તિત કરવા પડશે નહીં તો તે સમાપ્ત થઈ જશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here