પ્રદૂષણ ઓછુ થાય તેવા આશયથી રાજકોટમાં સાયક્લોફન યોજાઇ, 1300 લોકો જોડાયા

0
55

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા, રોટરી મીડટાઉન લાયબ્રેરી અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા રવિવારે વહેલી સવારે 5 વાગ્યે રોલેક્સ સાયકલોફનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનો સાઈક્લિંગ જેવા નોનમોટરાઈઝડ ટ્રાન્સપોર્ટેશન વિકલ્પ અપનાવે અને પ્રદુષણ ઓછું કરવામાં સહયોગી બને તેવો આશય હતો. 1300 લોકો સાયક્લોફનમાં જોડાયા હતા.

સાયકલોફ્નમાં ત્રણ પ્રકારના રૂટ પ્રમાણે કેટેગરી

25 કી.મી. ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ, કાલાવડ રોડ, ન્યુ રિંગરોડ, ઘંટેશ્વર, માધાપર ચોકડી, જામ ટાવર, આર વર્લ્ડ, રેસકોર્ષ થઈને બાલભવનના ગેઈટ સુધી.

50 કી.મી.ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ, કાલાવડ રોડ, ન્યુ રિંગરોડ, ચોકીધાણી, એલ્ડોરાડો પાર્ક(ત્યાંથી રીટર્ન), માધાપર ચોકડી, જામ ટાવર, આર વર્લ્ડ, રેસકોર્ષ થઈને બાલભવનના ગેઈટ સુધી.

75 કી.મી.ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રિજ, કાલાવડ રોડ, ન્યુ રિંગરોડ, ચોકીધાણી, ભારત હોટલ, ડેપાલીયા બસ સ્ટોપ(ત્યાંથી રીટર્ન) માધાપર ચોકડી, જામ ટાવર, આર વર્લ્ડ, રેસકોર્ષ થઈને બાલભવનના ગેઈટ સુધી.

વિદેશના લોકો પણ જોડાયા હતા

સાયક્લોફનમાં ભાગ લેવા માટે રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત સીરિયા, બાંગ્લાદેશ સહિતના દેશોના સાયકલપ્રેમીઆ મળી 1300 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્રણેય કેટેગરીમાં વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here