પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એક લાઈન સરખું અંગ્રેજી તો બોલીને બતાવો, આ મુખ્યમંત્રીએ માર્યો ટોણો

0
81

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાછલા ચાર વર્ષોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદનો આપતા રહે છે. હવે લોકસભા ચુંટણી નજીક આવી રહી છે તો મમતા દ્વારા પીએમ મોદી પર પ્રહાર કરવાનું ચાલુ છે. ગુરૂવારે મમતા બેનર્જીએ કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણાં પ્રકારના ભાષણો આપે છે. પરંતુ તેમાં એક લાઈન પણ તેઓ સરખું અંગ્રેજી બોલી શકતા નથી. તેમને તેના માટે ટેલીપ્રોમ્પટરની મદદ લેવી પડે છે.

એક લાઈન પણ તેઓ સરખી ઈંગ્લિશ બોલી શકતા નથી

એક બંગાળી વેબસાઈટ અનુસાર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણાં ભાષણો આપે છે. પરંતુ તેઓ એક લાઈન પણ અંગ્રેજીની બોલી શકતા નથી. જ્યારે તેઓ અંગ્રેજી બોલતા હોય છે ત્યારે તેઓ સતત ટેલીપ્રોમ્પટરમાં જોતા રહે છે. મમતા બેનર્જીએ કહ્યુ કે, પૂરી મીડિયા આ વાતને જાણે છે અને લોકો પણ જાણે છે. તેઓ સ્ક્રિન પર જોવે છે જે અંગ્રેજીમાં બોલવાનું હોય તે વાંચી નાખે છે. પછી તેવુ બોલે છે કે તેઓ ભાષામાં ફ્લૂઅન્ટ છે. પરંતુ અમારે તેવું નથી કરવુ પડતુ.

દરેક ઘરમાં મોદીના ફોટા અને કમળના નિશાનની ચિઠ્ઠી મોકલાય છે

મહત્વનું છે કે મમતા મોદી સરકારની ટોચની વિરોધી રહી છે. ગુરૂવારે જ તેમણે એલાન કર્યુ કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાનો ભાગ નહી હોય. મમતાનો આરોપ છે કે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજનીતિ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ પશ્ચિમ બંગાળના દરેક ઘરમાં ચિઠ્ઠી મોકલી રહ્યા છે જેમાં તેમનો ફોટો છે અને કમળનું નિશાન છે.

રાજ્ય સરકાર 40 ટકા રકમ કેમ ભરે?

તેમણે કહ્યુ કે તમે (નરેન્દ્ર મોદી) ફોટો અને પાર્ટીની નિશાનની ચિઠ્ઠી મોકલી રહ્યા છો. તો સ્કીમનો બધો ભાર કેન્દ્ર સરકારે જ ઉઠાવવો જોઈએ. રાજ્ય સરકાર 40 ટકા રકમ કેમ ભરે? મહત્વનું છે કે કેન્દ્ર સરકારના આયુષ્માન ભારત સ્કીમ હેઠળ 10 કરોડ પરીવારને લાભ પહોંચશે. તેનો ખર્ચો 60 ટકા કેન્દ્ર સરકાર અને 40 ટકા રાજ્ય સરકાર ઉઠાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here