Saturday, September 25, 2021
Homeપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ઈ-રૂપી લોન્ચ કર્યું
Array

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ઈ-રૂપી લોન્ચ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈ-વાઉચર બેઝ્ડ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ઈ-રૂપી (e-RUPI) સોમવારે લોન્ચ કર્યું. તેનો હેતુ કોઈપણ અડચણ વગર લાભાર્થીઓને સરકારી યોજનાઓ સાથે ડાયરેક્ટ કનેક્ટ કરવાનો છે. તેના દ્વારા કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ થશે. ઈ-રૂપી એક પ્રીપેડ ઈ-વાઉચર છે, જેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCIએ તૈયાર કર્યું છે. સરકારી વિભાગ અને સંસ્થા તેનો ઉપયોગ કરીને લાભાર્થીઓને સીધો ફાયદો પહોંચાડી શકશે. જાણો કેવી રીતે કામ કરે છે.

વિશિષ્ટ સેવા ચૂકવણી માટે તેને જારી કરવામાં આવે છે. તે એક QR કોડ અથવા SMS સ્ટ્રિંગ-બેઝ્ડ ઈ-વાઉચર છે, જેને ડાયારેક્ટ લાભાર્થીઓના મોબાઈલ પર મોકલવામાં આવે છે. તેના દ્વારા સર્વિસ પ્રોવાઈડરના અકાઉન્ટમાં સીધું ફંડ ટ્રાન્સફર કરવામાં આવશે.

સરકારી સંસ્થાઓ, કોર્પોરેટ અથવા કોઈ અન્ય કંપની પોતાના પાર્ટનર બેંકની મદદથી ઈ-વાઉચર જનરેટ કરી શકે છે.
સરકારી સંસ્થાઓ, કોર્પોરેટ અથવા કોઈ અન્ય કંપની પોતાના પાર્ટનર બેંકની મદદથી ઈ-વાઉચર જનરેટ કરી શકે છે.
સર્વિસ પ્રોવાઈડર કેન્દ્ર પર લાભાર્થી ઈ-વાઉચર દ્વારા ચૂકવણી કરી શકે છે.
સર્વિસ પ્રોવાઈડર કેન્દ્ર પર લાભાર્થી ઈ-વાઉચર દ્વારા ચૂકવણી કરી શકે છે.
સેવા પ્રદાતા કેન્દ્ર વાઉચર સ્વરૂપે મળેલા QR કોડ અથવા SMSને સ્કેન કરશે.
વેરિફિકેશન માટે લાભાર્થીના મોબાઈલ પર એક કોડ મોકલવામાં આવશે. ત્યારબાદ ચૂકવણી થઈ જશે.
વેરિફિકેશન માટે લાભાર્થીના મોબાઈલ પર એક કોડ મોકલવામાં આવશે. ત્યારબાદ ચૂકવણી થઈ જશે.
ત્યારબાદ પેમેન્ટ થવાનો મેસેજ આવશે.
ત્યારબાદ પેમેન્ટ થવાનો મેસેજ આવશે.
તે સંપૂર્ણ રીતે કેશલેસ અને કોન્ટેક્ટલેસ છે. તેનો ઉપયોગ માત્ર એક વખત કરી શકાશે. તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
આ સરકારી યોજનાઓનો લાભ ડાયરેક્ટ લાભાર્થીઓને મળશે. તે સિવાય આ સંપૂર્ણ પ્રોસેસ સરળ રહેશે.
આ સરકારી યોજનાઓનો લાભ ડાયરેક્ટ લાભાર્થીઓને મળશે. તે સિવાય આ સંપૂર્ણ પ્રોસેસ સરળ રહેશે.

તેનાથી 9 ફાયદા થશે

  • તે એક કેશલેસ અને કોન્ટેક્ટલેસ રીત છે.
  • તે સેવા આપનાર અને લાભ લેનાર બંનેને ડાયરેક્ટ કનેક્ટ કરે છે.
  • તેનાથી સરકારી યોજનાઓનો લાભ સીધો લાભાર્થીઓને મળશે. તેથી ભ્રષ્ટાચાર ઓછો થશે.
  • આ એક QR કોડ અથવા SMS સ્ટ્રિંગ બેઝ્ડ ઈ વાઉચર છે. તેને સીધા લાભાર્થીઓના મોબાઈલ પર મોકલવામાં આવશે.
  • આ વન ટાઈમ પેમેન્ટ સર્વિસમાં યુઝર્સ કાર્ડ વગર ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગ હોવા છતાં વાઉચર રીડિમ કરી શકાશે.
  • e-RUPIનાં માધ્યમથી સરકારી યોજનાઓથી જોડાયેલા વિભાગ અને સંસ્થા ફિઝિકલ કોન્ટેક્ટ વગર ડાયરેક્ટ લાભાર્થીઓ અને સર્વિસ પ્રોવાઈડરથી કનેક્ટેડ રહેશે.
  • તેમાં એ પણ સુનુશ્ચિત કરવામાં આવશે કે ટ્રાન્ઝેક્શન પૂરું થયા બાદ જ સર્વિસ પ્રોવાઈડરને ચૂકવણી કરવામાં આવે.
  • પ્રીપેડ હોવાને કારણે કોઈ પણ મધ્યસ્થને સામેલ કર્યા વગર સર્વિસ પ્રોવાઈડરને સમયસર ચૂકવણી કરે છે.
  • આ ડિજિટલ વાઉચરનો ઉપયોગ પ્રાઈવેટ સેક્ટરમાં પોતાના એમ્પ્લોઈ વેલફેર અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કાર્યક્રમો માટે પણ કરી શકાય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments