Monday, December 5, 2022
Homeદેશપ્રધાનમંત્રી મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી

પ્રધાનમંત્રી મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી

- Advertisement -

મુંબઈ પોલીસ તરફથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. PM નરેન્દ્ર મોદીને મુંબઈની ટ્રાફિક પોલીસના Whatsapp નંબર પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ટ્રાફિક પોલીસે આ માહિતી મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓને આપી છે. આ અંગે વર્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. જે ફોન નંબર પરથી ધમકી મળી હતી. તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ નંબર માત્ર ભારતનો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર 7 ઓડિયો ક્લિપ આવી છે. ઓડિયો ક્લિપમાં કહેવામાં આવ્યું છે કે, બે લોકો પીએમ નરેન્દ્ર મોદીને મારવા જઈ રહ્યા છે. આ માટે તેણે ષડયંત્ર રચ્યું છે. ઓડિયો ક્લિપની સાથે વોટ્સએપ પર કેટલાક દસ્તાવેજો પણ મોકલવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે આ તમામ માહિતી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ ઈન્ટેલિજન્સને ટ્રાન્સફર કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular