પ્રયાગરાજમાં આજથી પવિત્ર માઘ સ્નાનની શરૂઆત, 80 લાખથી વધુ શ્રદ્ધાળુઓ લગાવી ડૂબકી

0
21

પ્રયાગરાજમાં આજે પવિત્ર માઘ સ્નાનની શરૂઆત થઈ છે. આ સ્નાનમાં 80 લાખથી વધુ શ્રદ્ધાળુઓ  ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવાના છે. હિંદુ શાસ્ત્રોની માન્યતા મુજબ માઘ સ્નાન દરમ્યાન ગંગામાં ડૂબકી લગાવવાથી મોક્ષની પ્રાપ્તી  થાય છે. આ ઉપરાત સુખ-સ્મૃદ્ધિ માટે માઘી સ્નાનનું અનેરૂ મહત્વ રહેલુ છે.

માઘ સ્નાન બાદ ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા અને હવન પણ કરવામાં આવે છે. પૂજા બાદ અનાજ, વસ્ત્ર અને ઘીનું દાન આપવામાં આવે છે.પવિત્ર સ્નાન દરમ્યાન 40 હજાર જેટલા સુરક્ષા દળના જવાનોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 440 સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે. કુંભ મેળાના અધિકારી વિજય કિરણ આનંદે જણાવ્યુ કે, માઘ સ્નાન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા દળના જવાનોને ભીડ નિયંત્રણ કરવા માટે મુખ્ય માર્ગો પર તૈનાત કરવામાં આવ્યા  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here