Wednesday, September 28, 2022
Homeપ્રયાગરાજ : વડાપ્રધાન મોદીએ કુંભમાં ડૂબકી લગાવી, મા ગંગાની પૂજા-અર્ચના પણ કરી
Array

પ્રયાગરાજ : વડાપ્રધાન મોદીએ કુંભમાં ડૂબકી લગાવી, મા ગંગાની પૂજા-અર્ચના પણ કરી

- Advertisement -

ગોરખપુર/પ્રયાગરાજ: વડાપ્રધાન મોદી રવિવારે ઉત્તરપ્રદેશની એક દિવસની યાત્રા પર છે. તેઓએ પ્રયાગરાજમાં ચાલી રહેલાં કુંભમાં ડૂબકી લગાવી અને મા ગંગાની પૂજા-અર્ચના પણ કરી. આ પહેલાં તેઓએ ગોરખપુરમાં વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી. જે અંતર્ગત ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા ટ્રાંસફર કરવામાં આવશે. મોદી એ કહ્યું કે ખેડૂતોની રાહત રાશિ હું પણ પરત ન લઈ શકું, અફવા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપજો. મોદીએ ગોરખપુરમાં 10 હજાર કરોડ રૂપિયાની યોજનાઓના લોકાર્પણ-શિલાન્યાસ પણ કર્યાં.

વડાપ્રધાનનો અક્ષયવટ અને સરસ્વતી કૂપના દર્શન કરવાનો પણ કાર્યક્રમ છે. છેલ્લાં 13 દિવસમાં મોદી ચોથી વખત ઉત્તરપ્રદેશ પહોંચ્યા છે. મોદી કુંભ શરૂ થતાં પહેલાં ડિસેમ્બરમાં પણ પ્રયાગરાજ આવ્યા હતા.

‘પહેલાંની સરકારોએ ખેડૂતોને તરસાવ્યાં’

“ખેડૂતો માટે પહેલાં ની સરકારે વાતો ઘણી કરી, કાગળો પર યોજના ઓ પણ બનાવી પરંતુ તેમની યોજના ખેડૂતો ને સશક્ત કરવા માટે નહીં પરંતુ તેમને નાની નાની વસ્તુઓ માટે આજીજી કરાવવાની હતી. તેમની યોજના ક્યારેય ખેડૂતો ની ભલાઈ માટે ન હતી. આ સ્થિતિને બદલવા માટે તમે 2014માં એનડીએની સરકાર બનાવવાનો મોકો આપ્યો. અમે ખેડૂતોની નાની નાની મુશ્કેલીઓ પર ધ્યાન આપવા સહિત તેમના પડકારોના સંપૂર્ણ નિવારણ માટે પણ કામ કર્યું. ખેડૂત સશક્ત બને આ લક્ષ્ય સાથે જ અમે નીકળ્યાં છીએ.”

‘યોજનાઓ જીવનને આસાન બનાવનારી’

વડાપ્રધાને કહ્યું, “આઝાદી પછી ખેડૂતો સાથે જોડાયેલી સૌથી મોટી યોજના આજે ઉત્તરપ્રદેશની ધરતીથી મારા દેશના કરોડો લોકો ના આશીર્વાદ થી આરંભ થઈ રહી છે. ગોરખપુર ના લોકો ને બેવડી શુભેચ્છા આપુ છું, કેમકે વડાપ્રધાન કિસાન સન્માન યોજનાના તેઓ સાક્ષી બની રહ્યાં છે. ગોરખપુર અને પૂર્વાંચલના વિકાસ સાથે જોડાયેલાં લગભગ 10 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યું. સ્વાસ્થ્ય, માર્ગ, રેલ, રોજગાર, ગેસ જેવાં ક્ષેત્રે જોડાયેલાં આ તમામ પ્રોજેક્ટ આ ક્ષેત્રના લોકોના જીવન આસાન બનાવશે. તે માટે ગોરખપુર સહિત પૂર્વાંચલ નો હું આભાર માનુ છું.”

‘તમારા પૈસા કોઈ પરત ન લઈ શકે’

મોદી એ કહ્યું કે, “હું રાજ્યો ને ચેતવણી આપુ છું કે જો તમે ખેડૂતો ની યાદી સરકાર ને ન પહોંચાડી તો ખેડૂતો ની બદદુઆઓ તમારી રાજનીતિને બરબાદ કરી દેશે. તમે વિરોધી હોય શકો છો પરંતુ ખેડૂતની માંગોની સાથે રમત કેમ રમો છો. હું ખેડૂતોને કહેવા માંગુ છું કે યોજનાને લઈને કોઈની વાતમાં ન આવતા. જ્યારે વિરોધીઓએ અમારી આ યોજના અંગે સંસદમાં સાંભળ્યું તો બધાંના મોઢા લટકી ગયા હતા, બધાં ઉદાસ થઈ ગયા હતા. તેઓને થયું કે ખેડૂત મોદીની સાથે થઈ ગયા છે. તેથી ખોટું બોલવું અને અફવાઓ ફેલાવવી તેમનું જન્મજાત કામ છે. હાલ તે લોકોએ એક અફવા વધ શરુ કરી છે, તે એમ કે મોદીએ હાલ 2000 રૂપિયા આપ્યા છે, પછી પણ આપશે પરંતુ એક વર્ષ પછી પરત લઈ લેશે. ખેડૂત ભાઈઓ આ તમારો પૈસો છે તેને કોઈ જ પરત ન લઈ શકે. તેથી આવી અફવાઓ ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપજો.”

‘વિપક્ષ ચૂંટણી સમયે જ ખેડૂતોને યાદ કરે છે’ 

મોદીએ કહ્યું કે, “કોંગ્રેસ, સપા, બસપા તમામ મહામિલાવટી લોકોને ખેડૂત 10 વર્ષમાં એક વખત, ચૂંટણી સમયે જ યાદ આવે છે. પછી તેઓને દેવાં માફીનો તાવ ચડે છે. તેનાથી તેઓ ચાલાકીથી વોટ લઈ લે છે. પરંતુ હવે તેઓને નથી ખ્યાલ કે સામે મોદી છે. તેઓ સારા જૂઠાંણા સામે લાવશે. અમે માત્ર ચૂંટણી વાયદો પૂરો કરવા માટે આ યોજના નથી શરૂ કરી. અમે લાલ કિલ્લા પર આ અંગેની જાહેરાત કરી અને બજેટમાં તેના માટે પૈસા નિર્ધારિત કર્યાં છે.”

“અમારા માટે દેવાં માફીનો નિર્ણય લેવાનું કોઈ મુશ્કેલ નથી, અમે પણ રેવડી વ્હેંચી દીધી હોત. પરંતુ મોદી આવું પાપ નથી કરતો. અમારી સરકાર વડાપ્રધાન કૃષિ સિંચાઈ યોજના પર જ લગભગ 1 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યાં છે. જેથી દેશની સિંચાઈ પરિયોજ નાઓ જે 30 – 40 વર્ષથી અધૂરી હતી, તેને પૂરી કરી શકાય. અમે દેશની 99 એવી પરિયોજ નાઓ પસંદ કરી હતી જેમાંથી 70થી વધુ પૂરી થવાની સ્થિતિમાં આવી ગઈ છે. આ તે કામ છે જે ખેડૂતોની આવનારી પેઢીઓને લાભ આપનારી છે.”

દેશની સૌથી લાંબી પાઈપલાઈનનો પાયો નાંખ્યો

મોદી ગોરખપુરમાં જ દેશની સૌથી લાંબી એલપીજી પાઈપલાઈન પ્રોજેક્ટનો પાયો નાંખ્યો. તેની લંબાઈ 1987 કિલોમીટર હશે. આ પાઈપલાઈન ગોરખપુરથી અમદાવાદ, ઉજ્જૈન, ભોપાલ, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી અને લખનઉ થઈ ગોરખપુર સુધી પહોંચશે. આ પ્રોજેક્ટ પર 9000 કરોડ રૂપિયા ખર્ચ થશે. જો કે હજુ તે નથી જણાવાયું કે યોજના ક્યાં સુધીમાં પૂરી થશે. હાલ સૌથી લાંબી ગેસ પાઈપલાઈનને ગેલ સંચાલિત કરે છે, જેની લંબાઈ 1,415 કિલોમીટર છે. જે ગુજરાતના જામનગરથી લોની (ગાઝિયાબાદ) સુધી જાય છે.

ડિસેમ્બરમાં પણ કુંભ ગયા હતા મોદી

કુંભ શરૂ થતાં પહેલાં ડિસેમ્બરમાં મોદી પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેઓએ ત્યાં ગંગા પૂજનની સાથે જ અક્ષયવટના દર્શન પણ કર્યા હતા. આ રીતે મોદી બીજી વખત કુંભ આવી રહ્યાં છે. કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું કે કુંભ મેળામાં વડાપ્રધાન સ્વચ્છતાને લઈને ચલાવવામાં આવેલાં કાર્યક્રમોને પણ જોશે.

સુતા હનુમાનના દર્શન કરશે

 કુંભમાં સ્નાન પછી પાંચ તીર્થ પુરોહિત વડાપ્રધાનને ત્રિવેણી પૂજન કરાવશે. મોદી અક્ષયવટ, સરસ્વતી કૂપ અને સુતા હનુમાન મંદિર પણ જશે. અહીં અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગીરી મહારાજ તેમને પૂજા અને આરતી કરાવશે. જે બાદ તેઓ ગંગા પંડાલમાં સફાઈ કર્મચારીઓને સન્માનિત કરશે.

13 દિવસમાં ચોથી વખત ઉત્તરપ્રદેશની મુલાકાતે

આ પહેલાં 11 ફેબ્રુઆરીએ મોદી વૃંદાવન અને નોયડા, 15 ફેબ્રુઆરીએ ઝાંસી પહોંચ્યા હતા. 22 ફેબ્રુઆરીએ તેઓએ પોતાના સંસદીય વિસ્તાર વારાણસી ની મુલાકાત લીધી હતી. મોદી ની  આ મુલાકાત ને લોકસભા ચૂંટણી માં ભાજપ ની તૈયારી ઓના રૂપે જોવામાં આવે છે. 2014માં થયેલી લોકસભા ચૂંટણીમાં રાજ્યની 80માંથી 71 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular