પ્રવીણ તોગડીયાએ મુરાદાબાદમાં રામ મંદિર નિર્માણ મામલે આપ્યું મહત્વનું નિવેદન

0
32

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષ્દના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ મુરાદાબાદમાં રામ મંદિર નિર્માણ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ કે, આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષ્દ સત્તામાં આવશે તો એક સપ્તાહમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવશે. તેમણે  ભાજપ પર રામ મંદિરના નામે મતબેંકની રાજનીતિનો આરોપ લગાવ્યો.  ભાજપ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવા ઈચ્છતી નથી.

તોગડીયાએ વધુમાં જણાવ્યુ કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કોર્ટની સુનાવણીના આધારે નહી થાય. મંદિરના નિર્માણ માટે સરકારે વટહુકમ લાવવો પડશે. ભાજપે હમેશા જનતાને વાયદા કર્યા છે. જેમાથી એક પણ વાયદાને સરકારે પુરો કર્યો નથી. ભાજપે હવે રામ અને ખેડૂતોને છોડ્યા છે. જેથી લોકસભાની ચૂંટણીમાં ભાજપને  દેશની જનતા જડબાતોડ જવાબ આપવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here