પ્રાંતિજ ઉમાધામ ખાતે પ્રથમ પાટોત્સવ યોજાયો

0
41

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર માં આવેલ શ્રી બાવનગોળ કડવા પાટીદાર  સમાજ વાડી ખાતે પ્રથમ પાટોત્સવ યોજાયો .

 

 

 

પ્રાંતિજ રેલ્વેસ્ટેશન  જીઇબી પાસે આવેલ શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજ ની વાડી  ઉમાધામ માં બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી ઉમિયા માતાજી , શ્રી અંબે માતાજી , શ્રી ગાયત્રી માતાજી , શ્રી ઉમેશ્વર મહાદેવ , શ્રી કષ્ટભંજન હનુમાનજી , શ્રી ભૈરવદાદા તથા શ્રી ગણપતિ દાદા ના મંદિર નો પ્રથમ પાટોત્સવ તા.૨૩|૨|૨૦૧૯ ના રોજ યોજાયો હતો જેમાં મંદિર પરિષદ માં નવચંડી યજ્ઞ  , શ્રી ફળ હોમ  સહિત ના કાર્યક્રમો યોજાયા હતાં તો પ્રથમ પાટોત્સવ ના મુખ્ય યજમાન રસિકભાઇ પૂંજાભાઇ પટેલ પરિવાર દ્વારા યોજાયો હતો તો રાત્રી સમયે રાસ ગરબા નું પણ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તો શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજ ના ભાઇ બહેનો સહિત આજુબાજુ માં રહેતાં ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યજ્ઞ દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી તો શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજ યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું .

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS પ્રાંતિજ , સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here