સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચરોડ માતુછાયા સોસાયટી પાસે ટ્રક ચાલકે બાઇક સવાર ને અડફટે લેતા બાઇક ચાલક નુ ધટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું તો બે ને ઇજાઓ થતાં ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં .
પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર સાજના સમયે રેતી ભરેલ ચોધરી ટ્રક નંબર- GJ1CX4871 નો ચાલક ફુલફાસ્ટ હંકારી ને લાવીને આગળ જતું બાઇક ને ટક્કર મારતા બાઇક ઉપર જઇ રહેલ ત્રણેય બાઇક સાથે નીચે પટકાયા હતાં તો ટ્રક ચાલક બાઇક સાથે બાઇક ચાલક ને ૨૦ ફુટ તથા બાઇક ને ચાલીસ ફુટ ઘસડી ગયો હતો તો બાઇક સવાર ના માથા ના ભાગેથી ટ્રક નુ ટાયર ફરી વળતા માથાનો ભાગ સુદાઇ ગયો હતો તો મગજ સહિત નો ભાગ બહાર આવી ગયો હતો તો બાઇક ચાલક સુજલ રાજુભાઇ રાઠોડ (રાજપુત) રહે. લાલ દરવાજા પ્રાંતિજ નું ધટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું તો બાઇક ઉપર સવાર મિત અશોકભાઇ ભોઇ તથા પ્રથમ અશોકભાઇ ભોઇ ને શરીરે માથાના ભાગે તથા પગે ઇજાઓ પહોચતા તેવો ને ૧૦૮ મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં તો અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મુકી ને ભાગી ગયો હતો તો અકસ્માત ને લઈને ટ્રાફિક જામ થઈ ગયો હતો તો લોકોના ટોળીટોળા ધટના સ્થળે દોડી આવ્યાં હતાં તો પ્રાંતિજ પોલિસ ને જાણ થતા પ્રાંતિજ પીએસાઇ એમ.બી.ગજ્જર , બીટ જમાદાર હરિશચંદ્ર , મોહનસિંહ , વસંતભાઇ સહિત પોલિસ ટીમ તાત્કાલીક ધટના સ્થળે દોડી આવ્યા હતાં અને ટ્રાફિક ખુલ્લો કરી મૃતક ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આપીને આગળ ની તપાસ હાથધરી હતી તો એક ને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો .
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ સાબરકાંઠા