પ્રાંતિજ ખાતે જવાહર નવોદય ની પરીક્ષા યોજાઈ.

0
0

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જવાહર નવોદય ની પરીક્ષા પ્રાંતિજ શેઠ.પી.એન્ડર. આર.હાઈસ્કુલ તથા અવરઓન વિધ્યા  વિહાર ખાતે યોજાઈ જેમા તાલુકામાંથી ૪૬૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી .

 

 

પ્રાંતિજ ખાતે જવાહર નવોદય ની પરીક્ષા યોજાઈ હતી જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી ધોરણ પાંચ માં અભ્યાસ કરતાં કુલ- ૫૩૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નું ફોર્મ ભર્યું હતું જેમાં આજરોજ પ્રાંતિજ શેઠ.પી.એન્ડર. આર.હાઇસ્કુલ કેન્દ્ર ઉપર- ૪૨૫ વિદ્યાર્થી ઓમાથી- ૩૭૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીહતી તો પરીક્ષાર્થી  ૫૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં તો અવરઓન વિધ્યા વિહાર ખાતે કુલ- ૧૦૭ વિદ્યાર્થીઓ માંથી કુલ ૯૬ વિદ્યાર્થી ઓએ પરીક્ષા આપી હતી જેમા ૧૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં તો બન્ને સેન્ટરો માં કુલ- ૪૬૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો બાળકો એ શાન્તીમય અને શાન્તી પૂર્ણ વાતાવરણ પરીક્ષા આપી તો શેઠ.પી.એન્ડર આર હાઇસ્કુલ ખાતે શાળાના આચાર્ય મીઠાભાઇ પટેલ ના અધ્યસ્થાને પરીક્ષા લેવાઇ હતી તો સરકાર દ્વારા બે પરીક્ષા કેન્દ્રો ઉપર સરકારી પ્રતિનિધિ મુકવામાં આવ્યાં હતાં તો તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી ટી.કે.વાધેલા ના નિરીક્ષણ નીચે શાન્તી પૂર્ણ પરીક્ષા યોજાઇ હતી તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઇ કે.એસ બ્રહ્મભટ્ટ દ્વારા પોલીસ વ્યવસ્થા પણ પરીક્ષા કેન્દ્ર ઉપર ગોઠવવામાં આવી આવી હતી .

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here