Saturday, September 25, 2021
Homeપ્રાંતિજ ખાતે પોલીયો ના બે ટીપાં પીવડાવવામાં આવ્યાં .
Array

પ્રાંતિજ ખાતે પોલીયો ના બે ટીપાં પીવડાવવામાં આવ્યાં .

 

સરકાર ના પલ્સ પોલિયો નાબુંદી ઝૂંબેશ અન્વયે જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ પોલિયો રસીકરણ અંતર્ગત તાલુકા નું એક પણ ગામ પોલિયો રસીથી વચીત ના રહી જાય તે માટે પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસર સોલંકી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું  .

 

 

 

પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે પણ તંત્ર દ્વારા પોલિયો બુથ ઉભુ કરવામાં આવ્યું હતું તો પ્રાંતિજ જાયન્ટસ ગૃપ પ્રાંતિજ મેન પ્રમુખ વજેશભાઇ ભાવસાર  , જાયન્ટસ સ્થાપક ર્ડા.એન.કે.ડેરિયા  , જાયન્ટસ પ્રમુખ નિખીલ સુખડીયા  , નગરપાલિકા કોર્પોરેટર તથા વિરોધ પક્ષ ના નેતા દિપ્તીબેન બ્રહ્મભટ્ટ  , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ સહિત ના જાયન્ટસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને ૦ થી પાંચ વર્ષ ના બાળકો ને બે ટીપા જીંદગી ના પોલિયો રસીના નાના બાળકો ને પીવડાવવામાં આવ્યાં હતાં તો પોષણ અભિયાન ની ઉજવણી ને લઈને ૮ માર્ચ થી ૨૨ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન ના ભાગ રૂપે ધટક દ્રારા પોષણ પખવાડીયુ ની ઉજવણી ના ભાગરૂપે ૧૦ માર્ચ ના રોજ પોષણ રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી  , પ્રાંતિજ સીડીપીઓ કે.જે.ડામોર  , મુખ્ય સેવિકા જોષી મીનાક્ષીબેન  , કો.ઓડીનેટર મેહુલ લે ઉઆ  , પ્રેજેકટ આસીસ્ટન્ટ- શિવાની કંસારા  , આંગણવાડી બહેનો અને શાળા ના બાળકો સાઇકલ સાથે રેલી માં વિવિધ બેનરો સુત્રોચ્ચાર સાથે જોડાયાં હતાં.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments