Sunday, September 19, 2021
Homeપ્રાંતિજ ખાતે રામલીલા કાર્યક્રમ યોજાયો .
Array

પ્રાંતિજ ખાતે રામલીલા કાર્યક્રમ યોજાયો .

 

 

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે  હૈદરાબાદ થી ધર્મ પ્રચારક પ્રયાગ ક્ષેત્ર કાશી થી ભગવાન રામલીલા ની ઝાંખી સાથે સીતારામ ધર્મ પ્રચાર રામલીલા સાથે આવેલ કલાકારો દ્વારા યંત્ર યુગમાં પણ લોકો ને સિનિમા તથા ટેલિવિઝન ને પાછળ મુકી કલાકારોએ રામલીલા ભજવી પેટીયુ રડવાની સાથે ધર્મ પ્રચાર પણ કરે છે.

 

 

પ્રાંતિજ નાની ભાગોળ શ્રી બહુચરમાતા ના મંદિર  ખાતે ઉત્તરપ્રદેશના હૈદરાબાદ પ્રયાગ ક્ષેત્ર કાશી થી બાલકૃષ્ણ શુકલ વ્યાસજી પીઠ દ્વારા રામલીલા યોજવામાં આવી છે અને છેલ્લાં ત્રણ વર્ષથી  હૈદરાબાદ માં ધર્મ પ્રચારક પ્રયાગ ની સાથે બ્રાહ્મણો દ્વારા  પોતાનું પેટીયું રડે છે ત્યારે તેવો ધર્મ ના પ્રચાર માટે ગુજરાતમાં પણ છેલ્લાં ત્રણ વર્ષોથી આવે છે   અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જઈને સીતારામ ધર્મપ્રચારક રામલીલા ભજવીને લોકોને યંત્ર યુગમાં પણ સિનિમા અને ટેલિવિઝન કરતાં પણ આબેહુબ પાત્રો ભજવતા લોકોમાં કઇક અલગ જોવાની સાથે ધર્મ પ્રત્યે જાગૃત કરી મનોરંજન પુરૂ પાડે છે તો ગુજરાતમાં દાહોદ,ગોધરા,વડોદરા,અરવલ્લી, અમદાવાદ, આનંદ, પાલનપુર, બનાસકાંઠા, મહેસાણા   સહિત ના ૨૫થી પણ વધારે વિસ્તારમાં જઈને રામલીલા ભજવ્યા બાદ પ્રાંતિજ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંતિજ ના નગરજનોએ પણ રાત્રીનાં સમયે ઠંડી ની પણ પરવા કર્યા વગર રામલીલા જોવાં દોડી આવ્યા હતાં અને સાથે હિન્દુ ધર્મ નું પણ જ્ઞાન મેળવ્યું હતું તો જગદીશ પ્રસાદ પાડ્યા  કલાકારો ટીમ  દ્વારા આબેહૂબ કલાપાત્રો ભજવાતા પ્રાંતિજ વાસીઓને યંત્ર યુગમાં ટીવી તથા સિનિમા કરતા પણ આનંદ ની સાથે ધર્મ નું ધાર્મિક જ્ઞાન મેળવ્યું હતું.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments