Tuesday, September 21, 2021
Homeપ્રાંતિજ ખાતે વિના મૂલ્યે સારવાર કેમ્પ યોજાયો , ૧૦૬૦ થી પણ વધારે...
Array

પ્રાંતિજ ખાતે વિના મૂલ્યે સારવાર કેમ્પ યોજાયો , ૧૦૬૦ થી પણ વધારે દર્દીઓએ લાભ લીધો

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિનામુલ્યે સારવાર કેમ્પ યોજાયો જેમાં આંખ , નાક-  કાન , ગળા તથા ચામડીના રોગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ઉપસ્થિત રહીને વિનામુલ્યે સારવાર આપી .

 

 

 

પ્રાંતિજ નાની ભાગોળ પટેલ સમાજની વાડી ખાતે   લાયન્સ કલબ ઓફ ગાંધીનગર તથા લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઇ પટેલ આઈ હોસ્પિટલ ઓગણજના સહયોગ થી અને સરકારી આયુર્વેદિક દવાખાનુ કરોલ  તથા સ્વ. જગદીશ ભાઇ મગનભાઇ પટેલ ના સ્મરણાર્થે તેમજ  જાયન્ટ્સ ગૃપ ઓફ પ્રાંતિજ ના ઉપક્રમે મફત નેત્ર  , ચામડી  , નાક કાન ગળા નો  તથા ડાયાબીટીસ નિદાન કેમ્પ યોજાયો જેમાં ચામડી ના રોગોના નિષ્ણાત ડોકટર અર્પિતા બેન પટેલ તથા નાક- કાન ગળાના નિષ્ણાત ડોકટર દર્શક ટી.ધરજીયા , દાંતના રોગો ના નિષ્ણાત ર્ડા.અશોક શુક્લ તથા આંખોના નિષ્ણાત ડોકટરો દ્વારા વિનામુલ્યે સેવાઓ આપી હતી તો દર્દીઓને દવાઓ તથા ચશ્મા નુ રાહત દરે આપવા માં આવી હતી તો લાયન્સ કલબ ઓફ ગાંધીનગર દ્વારા મોતીયાના દર્દીઓને વિનામુલ્યે નેત્રમણિ લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ આઈ હોસ્પિટલ ઓગણજ ખાતે લઇજવામા આવશે અને ઓપરેશન કરી આપવામાં આવશે તો આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ   , નગરપાલિકા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મ ભટ્ટ  પ્રાંતિજ જાયન્ટસ સ્થાપક ર્ડા.એન .કે.ડેરિયા  , જાયન્ટ ગૃપ પ્રાંતિજ પ્રમુખ નિખીલ ભાઇ સુખડિયા  લાયન્સ કલબ ઓફ ગાંધીનગર ની ટીમ તથા જાયન્ટસ ગૃપ ઓફ પ્રાંતિજ ના હાર્દિકભાઇ બ્રહ્મ ભટ્ટ , પિયુષભાઇશાહ , મિતેશભાઇ પટેલ  સહિત ની ટીમ ઉપસ્થિત રહીને સેવાઓ આપી હતી તો પ્રાંતિજ તથા આજુબાજુ માંથી ૧૦૬૦ થી પણ વધારે દર્દીઓએ લાભ લીધો હતો.

રિપોર્ટર : સંજય રાવલ,CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments