Tuesday, September 21, 2021
Homeપ્રાંતિજ ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ના ભાઇ બહેનો ધૂળેટી ને...
Array

પ્રાંતિજ ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ના ભાઇ બહેનો ધૂળેટી ને સ્પોર્ટસ ડે મા ફેરવ્યો.

 

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે રહેતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ના ભાઈબહેન દ્વારા પાણી બચાવો અભિયાન સાથે ધૂળેટી પર્વ ને સ્પોર્ટસ ડે મા ફેરવ્યો ભાઇઓ બહેનો અને બાળકો કિકેટ રમીને હજારો લીટર પાણી બચાવ્યું .

 

હોળી ધુળેટી એટલે રંગોનો તહેવાર અને નાનાથી લઇને મોટેરાઓ સોવ કોઇ ને રંગો સાથે રમવાની મજા આવે છે પણ આ શાલ નબળા ચોમાસા ને લઈને ગુજરાત ભરમાં પાણી ની સમસ્યા સર્જાઇ છે ત્યારે પ્રાંતિજ ખાતે એક એવો પણ સમાજ છે કે જેને પોતાના પરિવાર સાથે તથા પડોશી તથા કુટુંબીજનો કે સમાજ ના લોકો સાથે ધુળેટી નો તહેવાર તો મનાવ્યો પણ પાણી બચાવો અભિયાન સાથે મા તિલક કરી રંગોથી રંગાયા અને ધૂળેટી ના તહેવાર ને સ્પોર્ટસ ડે બનાવી સમાજ ના કાનન ફામ હાઉસ માં ભાઇઓ અને બહેનો ની અને બાળકો ની ક્રિકેટ ની ટીમો બનાવી આજના દિવસે કિકેટ મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું અને કિકેટ મેચ રમીને પાણી બચાવો અભિયાન સાથે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ના ભાઇ- બહેનો અને બાળકો પણ આ અભિનય માં જોડાયા હતાં અને હજારો લિટર પાણી નો બચાવ કર્યો છે તો અન્ય સમાજ તથા પાણીનો ખોટો બગાડ વ્યહ કરતા લોકો માટે સુંદર મેસેજ  આ સમાજ દ્વારા આપ્યો હોય તેમ કહીએ તો નવાઇ નહીં તો આ પ્રસંગે નગરપાલિકા કોર્પોરેટરઅનેબાંધકામ સમિતિ ના ચેરમેન ધવલભાઇ રાવલ  , શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ના આગેવાનો વડીલો નરસિંહ ભાઇ પટેલ  , ડાહ્યાભાઇ પટેલ  ,  રીનેશભાઇ પટેલ  , દેવસિંહ ભાઇ પટેલ  , મહેન્દ્રભાઈ પટેલ  , ચંદુભાઇ પટેલ  , સુરેશભાઇ પટેલ  , રમેશભાઇ પટેલ  , નારણભાઇ પટેલ સહિત ના ઉપસ્થિત રહ્યા હતાં તો સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર અને પ્રેરણા દાયક  સંચાલન સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું  .

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments