પ્રાંતિજ : તલોદ તાલુકા વીસીઇ ઓ દ્વારા ધારાસભ્ય ને આવેદન પત્ર આપ્યું.

0
59

 

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ-તલોદ  તાલુકામાં વીસીઇ ઓ તરીકે કામગીરી કરતાં વીસીઇઓ દ્રારા તેમણી વિવિધ માંગણી ઓને પ્રાંતિજ- તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ને આવેદનપત્ર આપ્યું.

 

 

પ્રાંતિજ-તલોદ  તાલુકામાં આવેલ ગ્રામ પંચાયત કચેરીએ ઇ.ગ્રામ સેન્ટરોમાં વીસીઇ તરીકે છેલ્લાં ૧૨ વર્ષથી ફરજ બજાવતા  વીસીઇઓ દ્રારા હાલ તાલુકા માં કમીશન પર કામગીરી આપી રહ્યાં છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવે છે જ્યારે હાલ ઓનલાઈન થતાં જેતે વ્યક્તિ ગમેતે જગ્યાએથી ઉતારા સહિત કઢાવી લે છે અને મહિના નું ફિક્સ કામ કે પગાર જેવું હોતું નથી જેથી મહિનાનું ૨૦૦ થી ૩૦૦ રૂપિયા સુધીનું કામ થાય છે જેથી સરકાર દ્વારા ફિકસ પગાર તથા કાયમીનો લાભ તથા ઈ-ગ્રામ સેન્ટર માં પડતી મુશ્કેલીઓ સહિત ની વિવિધ માંગણીઓ સહિત સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગણી સાથે પ્રાંતિજ- તલોદ તાલુકા ના  વીસીઇઓ દ્રારા તલોદ તાલુકા પંચાયત થી બાઇક રેલીયોજીને પ્રાંતિજ-તલોદ નાધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ની ઓફિસ ખાતે જઈને તેવો ને આવેદનપત્ર આપ્યું તો આ પ્રસંગે પ્રાંતિજ વી.સી.ઇતાલુકા પ્રમુખ રાઠોડવિજયસિંહ ભવાનસિંહ , તલોદ વી.સી.ઇ તાલુકા પ્રમુખ બિપિન ભાઇ છગનલાલ પરમાર તથા પ્રાંતિજ- તલોદ વી.સી ઈ મંડળ તથા સાબરકાંઠા વી.સી.ઇ મંડળ ના નરેન્દ્ર ભાઇ વાણિયા સહિત ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર : સંજય રાવલ, પ્રાંતિજ , સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here