Saturday, April 20, 2024
Homeપ્રાંતિજ : તલોદ પાસે આવેલ અંબિકા ફેક્ટરી માં આગ લાગી...
Array

પ્રાંતિજ : તલોદ પાસે આવેલ અંબિકા ફેક્ટરી માં આગ લાગી .

- Advertisement -

 

સાબરકાંઠા જિલ્લાના તલોદ ના નવાવાસ ગામમાં આવેલ અંબિકા ફેક્ટરી માં આગ લાગતાં નાશભાગ મચી જવા પામી હતી તો આગે જોત જોતામાં રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે સાત ફાયર ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યો . 

 

 

તલોદ ના નવાવાસ ગામ મોડાસા રોડ પાસે આવેલ અંબિકા પ્લાયવુડ ની ફેક્ટરી માં કોઇ કારણોસર આગ લાગતાં ફેકટરી માં નાસભાગ મચી જવા પામી હતી તો બપોર ના રીસેસ ના સમયે આગ લાગતાં મોટી જાનહાની ટળી હતી તો આગે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં તલોદ, પ્રાંતિજ,હિંમતનગર,મોડાસા,દહેગામ,ગાંધીનગર, અમદાવાદ ફાયર ટીમ ફેકટરી માં દોડી આવી હતી અને લાગેલ આગ ઉપર પાણીનો મારો ચાલું કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો તો આ ફેકટરીમાં ફેકટરી માલિક દ્વારા કોઇપણ જાત ની ફાયર સેફટી ની સુવિધા નહતી તો સવાલ પણ એ ઉભો થયો છે કે જો ફેક્ટરી માં ફાયર સેફટી ની સુવિધાઓ ન હતી તો આ ફેક્ટરી ને વગર ફાયર સેફટી વગર મંજુરી કઈ રીતે મળી તે પણ એક સવાલ છે ત્યારે હાલતો આગ ને લઈને ફેકટરી માલિક ને મોટું નુકશાન થયું છે પણ આગ ક્યા કારણો સર લાગી એ કારણ પણ હાલતો અકબંધ છે ત્યારે આગના સમાચા મળતાંજ તલોદ પોલીસ તથા સ્થાનિક તંત્ર ધટના સ્થળે દોડી આવ્યું હતું પણ આગ ને લઈને કોઈ મોટી જાનહાની ના થતાં તંત્ર એ પણ હાશકારો લીધો હતો તો બીજીબાજુ માર્ચ એડીગ માજ ફેક્ટરી મા આગ લાગતાં ચર્ચાઓએ પણ જોર પકડયું ત્યારે જોવાનું એ રહ્યું કે શું ફાયર સેફ્ટી ના હોવાછતાં તંત્ર દ્વારા આ ફેક્ટરી માં કઈ રીતે મંજુરી આપી તે પણ તપાસ નો વિષય છે.

 

 

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular