Sunday, January 23, 2022
Homeપ્રાંતિજ તાલુકામાં બેટરી ચોર ગેંગ સક્રિય .
Array

પ્રાંતિજ તાલુકામાં બેટરી ચોર ગેંગ સક્રિય .

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવા બાકલપુર ખાતે ધર આગળ પાર્ક કરેલ ટ્રેકટરો માંથી પાંચ બેટરીઓની ચોરી થતાં ટ્રેક્ટરો માલિક દ્વારા પ્રાંતિજ પોલિસ સ્ટેશન મા અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ પોલિસ ફરીયાદ કરી તો છેલ્લા એક મહિનાથી તાલુકાના વિવિધ ગામોમાં બેટરીઓની ચોરી છતાં પોલિસ ગોર નિદ્રામાં.

 

 

 

પ્રાંતિજ તાલુકામાં આવેલ વિવિધ ગામોમાંથી રાત્રીનાં સમયે એકપછી એક ગામોમાંથી છેલ્લાં એક મહિનાથી ટ્રેકટરો ની બેટરીઓ ચોરતી ગેંગ સક્રિય થઈ છે અને એક પછી એક ગામોમાં તરખાટ મચાવ્યો છે ત્યારે પ્રાંતિજ ના નવાબાકલપુર ખાતે પણ ગઇ રાત્રીએ પટેલ ફળીયા માંથી ધર આગળ પાર્ક કરેલ પાંચ ટ્રેકટરો માંથી બેટરીઓની ચોરી કરી લઇ જતાં ટ્રેકટરો માલિકો દ્વારા પ્રાંતિજ પોલિસ સ્ટેશન મા દોડી આવ્યા હતાં અને અજાણ્યા બેટરી ચોર વિરૂધ્ધ પોલિસ ફરીયાદ કરી હતી તો છેલ્લાં એક મહિનામાં સલાલ  , વદરાડ  , નવાબાકલપુર સહિત ના વિસ્તારો માંથી ટ્રેકટરો ની બેટરીઓ ચોરતી ગેંગ સક્રિય થઈ છે ત્યારે હાલતો પ્રાંતિજ પોલિસ જાણે કુંભ કર્ણ નિદ્રામાં હોય તેવું જણાઇ આવે છે તો ગ્રામજનો દ્વારા રાત્રીનુ  પોલિસ પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular