પ્રાંતિજ તાલુકા વીસીઇ ઓ દ્વારા ત્રણ જગ્યાએ આવેદન પત્ર આપ્યું.

0
29

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ તાલુકામાં વીસીઇ ઓ તરીકે કામગીરી કરતાં વીસીઇઓ દ્રારા તેમણી વિવિધ માંગણી ઓને લઈને પ્રાંન્તકચેરી , મામલતદારકચેરી, તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર આપ્યું .

 

 

 

પ્રાંતિજ તાલુકામાં આવેલ ગ્રામ પંચાયત કચેરીએ ઇ.ગ્રામ સેન્ટરોમાં વીસીઇ તરીકે છેલ્લાં ૧૨ વર્ષથી ફરજ બજાવતા ૫૪ વીસીઇઓ દ્રારા હાલ તાલુકા માં કમીશન પર કામગીરી આપી રહ્યાં છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવે છે જ્યારે હાલ ઓનલાઈન થતાં જેતે વ્યક્તિ ગમેતે જગ્યાએથી ઉતારા સહિત કઢાવી લે છે અને મહિના નું ફિક્સ કામ કે પગાર જેવું હોતું નથી જેથી મહિનાનું ૨૦૦ થી ૩૦૦ રૂપિયા સુધીનું કામ થાય છે જેથી સરકાર દ્વારા ફિકસ પગાર તથા કાયમીનો લાભ તથા ઈ-ગ્રામ સેન્ટર માં પડતી મુશ્કેલીઓ સહિત ની વિવિધ માંગણીઓ સહિત સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગણી સાથે તાલુકા ના તમામે તમામ વીસીઇઓ દ્રારા પહેલી તારીખ થી તારીખ પાંચ માર્ચ સુધી કામથી અળગા રહ્યાં છે અને તાલુકા સેવા સદન ખાતે જઇને પ્રાંતિજ- તલોદ ના પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા , પ્રાંતિજ મામલતદાર આર.કે પટણી , તાલુકા પંચાયત ખાતે જઇને અશ્વિનભાઇ પટેલ ને  આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here