Tuesday, September 21, 2021
Homeપ્રાંતિજ : તૈયાર થયેલ પાક માં વીજ વાયરો માંથી તણખલા ખરતા આગ...
Array

પ્રાંતિજ : તૈયાર થયેલ પાક માં વીજ વાયરો માંથી તણખલા ખરતા આગ લાગી , પાંચ વિધા ધઉ બળીને સ્વાહા

 

 

પ્રાંતિજ ના વદરાડ ખાતે આવેલ પ્રવિણભાઇ અમૃતભાઇ પટેલ તથા નાથાભાઇ સુખાભાઇ પટેલ ના ખેતરો માં બપોર ના સમયે તેમના ખેતરોમાં તૈયાર થયેલ પાક મા તેમના ખેતર ઉપરથી  પ્રસાર થતી વીજલાઈન માંથી તણખલા ખરતા ધઉ ના ખેતરોમાં આગ પકડાઈ હતી તો જોતજોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ખેતરમાં રહેત તૈયાર થયેલ ધઉ નો પાક બળી ગયો હતો જેમાં પટેલ પ્રવિણભાઇ અમૃતભાઇ પટેલ ના ત્રણ વિધા અને નાથાભાઇ સુખાભાઇ પટેલ ના બે વિધા ધઉ બળી ને સ્વાહા થઈ ગયાં હતાં તો આગ લાગવાની જાણ પ્રાંતિજ ફાયર ટીમ ને કરવામાં આવતા પ્રાંતિજ ફાયરટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો ચાલું કર્યો હતો તો પાણી ના મારાને લઈને પાસે આવેલ અન્ય ખેડૂતો ના ધઉ બચી ગયાં હતાં તો ખેડૂતો દ્વારા પ્રાંતિજ વીજતંત્ર માં અનેકવાર રજુઆતો કરવા છતા વીજકંપની દ્વારા કોઇ પગલાં ના લેવાતાં હાલતો ધઉ નો તૈયાર થયેલ પાક ખેડૂતોના હાથમાં આવેલ કોળીયો વીજતંત્ર ના પાપે છીનવાઇ ગયો છે તો આગ ના સમાચાર વાયુવેગે ગામમાં તથા આજુબાજુના ગામોમાં વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળી ટોળા ખેતરોમાં દોડી આવ્યા હતાં તો હવે જોવાનું એ રહ્યું કે સરકાર કે વીજકંપની દ્વારા ખેડૂતો ને થયેલ નુકસાન ની રકમ ભરપાઇ કરી આપવામાં આવશે કે કેમ એ તો હવે જોવું રહ્યું .

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments