પ્રાંતિજ ના કતપુર ટોલનાકા પાસે ભંગાર ભરે ટ્રેલર ૧૧ કેજીના વિજ વાયરો સાથે અડી જતા ભંગાર સાથે જીવંત વિજ વાયરો નીચે પડયા .

0
19

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના કતપુર ટોલનાકા પાસે થી પ્રસાર થઇ રહેલ ટ્રેલર સાથે વિજ વાયરો ને અડકી જતા વિજ વાયરો ખેંચાતા વિજ વાયરો ખેંચાઇ ને  નીચે રોડ  વચ્ચે પડયા હતા  તો ટોલ સંચાલક ની સજાગતા ને લઇને મોટી જાનહાની ટળી.

 

 

અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે આઠ પ્રાંતિજ ના કતપુર પાસે આવેલ ટોલનાકા પાસે થી ટુડોર કંપનીનો ભંગાર ભંગાર ભરીને જતુ લોડીંગ ટ્રલેર રોડ ઉપરથી પ્રસાર થઇ રહેલ ૧૧કે બી વિજ વાયરો ને અડકી જતાં વાયરો ખેંચાઇ ગયાં હતાં તો ટ્રેલર મા ભરેલ વજનદાર ભંગાર સાથે લબરી પડી ને વાયરો સાથે લોખંડ નો  વીજ પોલ જમીન સાથે બેડ થઇ વાયરો રસ્તા વચ્ચે પડયા હતાં તો આ ધટના બનતા ટોલ સંચાલક યોગેન્દ્ર પ્રસાદે તાત્કાલિક વિજકંપની માં જાણ કરી અને વીજ પ્રવાહ બંધ કરાવ્યો હતો તો રોડ ની બન્ને સાઇડમાં ટોલ માણસો ઉભા કરી રોડ બધ કરાયો હતો તો એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો તો વિજકંપની ના અધિકારી ઓ પણ વીજ પ્રવાહ બંધ કરી તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યાં હતાં અને રોડ વચ્ચે પડેલ વીજવાયરો હટાવી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો તો ટ્રેલર ચાલક પાસે થી ૨૪૦૦૦ નો દંડ વસુલ કર્યો હતો અને વીજ લાઇન ચાલુ કરવા ની કામગીરી હાથધરી હતી .

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here