પ્રાંતિજ ના ચંચળબા ખાતે જીપ રોડ વચ્ચે આવેલ ડીવાઇડર ઉપર ચડી ગઈ .

0
41

સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે આઠ પ્રાંતિજ ના ચંચળબા નગર ખાતે રાજસ્થાન તરફ થી આવતી જીપ ડીવાઇડર ઉપર ચડી ગઈ હતી તો જીપમાં સવાર મહિલાને ઇજાઓ પહોચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવી  .

 

 

 

પ્રાંતિજ ના ચંચળબા નગર ખાતે રાજસ્થાન તરફથી ફુલફાસ્ટ આવતી જીપ ડી.મેક્સ નંબર-  GJ18BJ7407 અમદાવાદ તરફ જઇ રહી હતી તે સમયે અચાનક રોડ વચ્ચે બાઇક સવાર આવી જતા બાઇક સવાર ને બચાવવા જતા જીપ ચાલકે કાબુ ગુમાવતાં રોડ ની વચ્ચે આવેલ લોખંડ ના ડીવાઈડર ઉપર જીપ ચડી ગઇ હતી તો જીપમાં સવાર બે પુરૂષ તથા બે મહિલા માંથી એક મહિલાને માથા ના ભાગે તથા શરીરે ઇજાઓ પહોચતા મહિલાને અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here