Monday, October 18, 2021
Homeપ્રાંતિજ ના મજરા પાસે ટ્રક પાછળ લકઝરી બસ ઘુસી જતા બસ ચાલક...
Array

પ્રાંતિજ ના મજરા પાસે ટ્રક પાછળ લકઝરી બસ ઘુસી જતા બસ ચાલક નું મોત .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મજારા પાસે  આગળ જતી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘુસી જતાં લકઝરી બસ ના ચાલક નું ધટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું તો લક્ઝરી બસ માં સવાર ચાર ને ઈજાઓ થતાં ૧૦૮ મારફતે  સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં  .

 

 

હિંમતનગર  અમદાવાદ નેશનલ હાઈવે આઠ પ્રાંતિજ ના મજરા પાસે આવેલ કિસ્મત હોટલ પાસે લકઝરી ચાલક દ્વારા  હિંમતનગર તરફથી ફૂલ ફાસ્ટ હંકારીલાવી આગળ જતી ટ્રક ની પાછળ થી ટક્કર મારી  લકઝરી બસ રોડ ની સાઇડમાં ઉતરી ગઇ હતી તો લક્ઝરી બસ નો આગળો ભાગ કુચડો થઈ ગયો હતો તો લક્ઝરી બસમાં સવાર બીજો ડ્રાઇવર ને શરીરે તથા માથાના ભાગે ઇજાઓ પહોચતા તેનું ધટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું તો અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક સાથે ધટના સ્થળે થી ભાગી ગયો હતો તો અકસ્માત ની જાણ પ્રાંતિજ પોલિસ ને થતાં પ્રાંતિજ પી. આઇ . કે.બી.પટેલ પોલિસ ટીમ સાથે ધટના સ્થળે દોડી આવ્યા હતાં તો પ્રાંતિજ- તલોદ ના પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા તથા પ્રાંતિજ મામલતદાર તથા તાલુકા પ્રમુખ બેચરસિંહ ને પણ અકસ્માત ના સમાચાર મળતાં તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતાં તો ઇજાગ્રસ્તો ને ૧૦૮ મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં તો અકસ્માત મા ચાર ને ઈજાઓ પહોચી હતી જેમાં કૈલાસ ભાઇ લક્ષ્મણભાઇ રહે રાજસ્થાન ઉ.વર્ષ ૨૩  તથા કુલપતિ રામકેશ રહે. રાજસ્થાન ઉ.વર્ષ- ૩૦ ને  વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતાં તો મૃતક  ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આપી પ્રાંતિજ પોલિસ દ્વારા આગળ ની તપાસ હાથ ધરી હતી  .

રિપોર્ટર સંજય રાવલ, CN24NEWS પ્રાંતિજ સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments