Wednesday, December 8, 2021
Homeપ્રાંતિજ ના રણછોડ પુરા પ્રાથમિક શાળા છેલ્લા પંદર દિવસ થી વિદ્યાર્થી વિહોણી.
Array

પ્રાંતિજ ના રણછોડ પુરા પ્રાથમિક શાળા છેલ્લા પંદર દિવસ થી વિદ્યાર્થી વિહોણી.

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રણછોડ પુરા ખાતે આવેલ રણછોડપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા ની બદલી ને લઈને છેલ્લાં ૧૫ દિવસ થી રણછોડપુરા પ્રાથમિક શાળા વિદ્યાર્થી વિહોણી બની છે તો જવાબદાર તંત્ર હાલતો ગોર નિદ્રામાં હોય તેવું જણાઇ આવેછે તો ગ્રામજનો દ્વારા ૧૧ મી તારીખ થી ગાધીચિધ્યા માર્ગે ઉપાસ આંદોલન ની ચિમકી આપી .

બાઇટ : ધુળસિંહ  (રણછોડપુરા ડેપ્યુટી સરપંચ)

 

 

પ્રાંતિજ ના રણછોડ પુરા પ્રાથમિક શાળા માં છેલ્લાં ૧૫ દિવસથી ગ્રામજનો દ્વારા શાળાની શિક્ષિકા ની બદલીને લઇને તાળાબંધી અને બાદમા વાલીઓ તથા ગ્રામજનો દ્વારા બાળકો ને શાળામાં મોકલતાં નથી તો છેલ્લાં ૧૫ દિવસથી શાળાના વિદ્યાર્થીઓ શાળાએ ના જતાં તેવોના અભ્યાસ સાથે તેવોના ભાવી ઉપર પણ મોટી અસર પડી છે તો બીજીબાજુ પરીક્ષા સીરે ચડી ને આવી છે.

બાઇટ : પ્રવિણસિંહ કાળુસિંહ જાડેજા  (વાલી)

 

 

ત્યારે બાળકો શાળાની જગ્યાએ છેલ્લાં પંદર દિવસથી ધરે કે ફળીયામાં રખતા જોવા મળે છે તો જેની જવાબદારી છે તે શિક્ષણ વિભાગ પણ છેલ્લા પંદર દિવસથી ગોરનિદ્રામાં હોય તેવું હાલ તો જણાઇ આવે છે તો સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર પણ જિલ્લાના બાળકો છેલ્લાં પંદર દિવસથી શાળા સમયે શાળા મા ના જતાં હોય ધરે બેસી રહેવાની આટલી મોટી  ધટના છતાં ઉગતું ઝડપાયું છે તો બીજીબાજુ ગ્રામજનો વાલીઓ દ્વારા શિક્ષિકા ની બદલી ને લઇને આગામી ૧૧ મી તારીખ થી ઉપવાસ આંદોલન ઉપર જવાની ચિમકી આપી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા શિક્ષણ વિભાગ ફાળે જાગશે કે કેમ એ તો હવે જોવું રહ્યું

 

રિપોર્ટર : સંજય રાવલ , CN24NEWS પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments