Tuesday, December 7, 2021
Homeપ્રાંતિજ ના રણછોડ પુરા પ્રાથમિક શાળામાં નવ- નવ દિવસ થી વિદ્યાર્થીઓ શાળામાં...
Array

પ્રાંતિજ ના રણછોડ પુરા પ્રાથમિક શાળામાં નવ- નવ દિવસ થી વિદ્યાર્થીઓ શાળામાં આવતાં નથી .

 

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના રણછોડપુરા પ્રાથમિક શાળાનો વિવાદ નો અંત ક્યારે આવશે શાળાની શિક્ષિકાની બદલી ની માગ સાથે વાલીઓ ગ્રામજનો વિદ્યાર્થીઓને શાળામાં મોકલતા નથી તો નવ નવ દિવસ બાદ પણ શિક્ષણ વિભાગ નુ પેટનું પાણી પણ હલતું ના હોય તેવું હાલતો જણાઇ આવે છે

 

 

 

 

રણછોડ પુરા ગામે આવેલ પ્રાથમિક શાળાનો વિવાદ નવ- નવ દિવસ બાદ પણ કોઇ ઉકેલ ના આવતા રણછોડપુરા પ્રાથમિક શાળા નવમાં દિવસે પણ બાળકો વિહોણી બની છે તો હાલતો ગ્રામજનો અને વાલીઓની જીદ અને શિક્ષણ વિભાગ નો હઠાગ્રહ વચ્ચે રણછોડ પુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકો ના અભ્યાસ ની સાથે બાળકો ના ભાવી ઉપર પણ અસર પડી છે તો રણછોડપુરા પ્રાથમિક શાળા ની શિક્ષિકા સંગીતાબેન પટેલ ને લઈને જે  વિવાદ છે તે શિક્ષિકા દ્રારા બે દિવસ અગાઉ પ્રાંતિજ તાલુકા શિક્ષણઅધિકારી ટી.કે.વાધેલા ને શાળા માં વિવાદ ને લઇને તેવો ને અન્ય સ્થળે બદલી કરવા માટે લેખિત માં જાણ કરી છે છતાં પણ જવાબદાર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હાલતો પેટ નું પાણી પણ હલતું નથી તો બીજી બાજુ બાળકો ના અભ્યાસ ની સાથે પરીક્ષાઓ પણ સીરે ચઢીને આવી છે ત્યારે બાળકો ના અભ્યાસ ની સાથે ભાવી ઉપર પણ અસર પડે તો નવાઇ નહી ત્યારે હાલતો ગ્રામજનો વાલીઓની જીદ અને તંત્ર ની હઠાગ્રહ વચ્ચે બાળકો ના અભ્યાસ બગડે છે. તો રણછોડપુરા પ્રાથમિક શાળા ની શિક્ષિકાબેને લેખિત માં બદલી ની અરજી બાદ પણ હાલતો તંત્ર ની સુસ્તી ઉડી ના હોય તેવું હાલતો જણાઇ આવે છે.

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments