Tuesday, December 7, 2021
Homeપ્રાંતિજ ના સોનાસણ ખાતે નારાયણ ગૌ સેવા સંસ્થા દ્વારા પક્ષી સારવાર કેમ્પ...
Array

પ્રાંતિજ ના સોનાસણ ખાતે નારાયણ ગૌ સેવા સંસ્થા દ્વારા પક્ષી સારવાર કેમ્પ ખોલવામાં આવ્યો .

 

પ્રાંતિજ ના સોનાસણ ખાતે કાર્યરત નારાયણ ગૌ સેવા સંસ્થા દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ત્રણ દિવસ માટે પક્ષી બચાવો અભિયાન સાથે પક્ષી સારવાર કેમ્પ ચાલું કરવામાં આવ્યો છે જેમાં પક્ષીઓ માટે પાણી ના કૂડા  , ચકલી ના માળા  , ચાટ નું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તો દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્વાનો માટે ખસ ની દવાનાખી ને લાડુ બનાવવામાં આવ્યાં છે જેમાં સોનાસણ તથા આજુબાજુના વિસ્તારોમાં આવેલ શ્વાનો માટે ખાસ ખસ ની દવાનાખી ને લાડુ બનાવવામાં આવ્યા છે .

 

 

ત્રણ દિવસ માટે નારાયણ ગૌ સેવા સંસ્થા દ્વારા ગામમાં તથા આજુબાજુના ગામમાં  ગાયલ થયેલ પક્ષીઓ માટે ઇમરજર્નસી  પાંચ એમ્બ્યુલન્સ સેવા પણ ઉભી કરવામાં આવી છે તો સેવાભાવી કાર્યમાં મહંત સુનીલદાસજી મહારાજ  ,  નારાયણ ગૌ સેવા સંસ્થાના સેવક ભૈરારામ ઉર્ફે ભાવેશભાઇ ચૌધરી , ગોપાલભાઈ પટેલ , ધનેશભાઇ શાહ , જયેશભાઇ માંડવીયા , મહેશભાઇ પંચાલ , ભાણશુ શુભાષસિંહ તથા સરપંચ મનોજભાઇ પટેલ તથા ગામના કેટલાક યુવાનોએ પણ પતંગ ઉડાડવાનું બાજુમાં મુકીને સેવા સાથે સંકળાયેલા છે

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments