Friday, August 12, 2022
Homeપ્રાંતિજ પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેક્ટર નિવૃત થતા શાહી વિદાય સમારંભ યોજાયો
Array

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેક્ટર નિવૃત થતા શાહી વિદાય સમારંભ યોજાયો

- Advertisement -

વરઘોડા તો તમે બહું જોયા હશે પણ આવો  વરઘોડો નહીં જોયો હોય હા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઇ કે.બી.પટેલ નિવૃત થતા પ્રાંતિજ પોલીસ પરીવાર દ્રારા ડીજે  સાથે ધોડા ઉપર બેસાડી ને વરઘોડો કાઢયો.

 

 

 

તમારી ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહેલ વરધોડો અને ધોડા ઉપર બેસેલા કોઇ વરરાજા નો વરધોડો નથી પણ પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં ફરજબજાવતા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.પટેલ સરકારી ધારા ધોરણ મુજબ વય મર્યાદા ને લઈને નિવૃત થતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશન પરિવાર દ્વારા વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું અને વાજતે- ગાજતે ડીજે ના તાલે પ્રાંતિજ પોલીસ સ્ટેશન થી પ્રાંતિજ પીઆઇ કે.બી.પટેલ ના ધર સુધી તેવો નો વરઘોડો કાઢ્યો હતો તો નવાઈ ની વાત તો એ છેકે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પહેલો અવસર એવો છે કે પ્રાંતિજ પોલિસ સ્ટેશન ના કોઇ પીઆઇ પ્રાંતિજ પોલિસ સ્ટેશન માંથી નિવૃત થઈરહ્યાં હતાં હા પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં કેટલાય પીઆઇઓ અત્યાર સુધીમાં  આવ્યાં  અને સરકારી નિતીનિયમો મુજબ તેવોની અન્ય સ્થળે બદલી થતાં વિદાય સમારંભ તો યોજાયા હતાં  પણ પ્રાંતિજ ના ઇતિહાસ ની સાથે સાથે  પોલીસ સ્ટેશન ના પીઆઇ નો નિવૃત વિદાય સમારંભ પહેલો હતો કે જે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઇ અહીં થી પ્રથમ વખત નિવૃત થતા પ્રાંતિજ પોલીસ સ્ટાફ પરિવાર દ્વારા પણ વિદાય મા કોઇ કચાસ ના રહી જાય તે માટે શાહી વિદાય સમારંભ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમારંભ બાદ પ્રાંતિજ પીઆઇ કે.બી.પટેલ ને ડીજે ના તાલે વાજતે- ગાજતે ધોડા ઉપર બેસાડી ને વરઘોડો કાઢી તેમના ધર સુધી લઈ જવામાં આવ્યા હતાં તો આ પ્રસંગે સાબરકાંઠા પોલીસ વડા  , નાયબ  પોલીસ અધિક્ષક  , નેતાઓ રાજકિય આગેવાનો  સહિત પોલીસ સ્ટાફ પરીવાર નગરજનો સગાસંબંધીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular