Sunday, September 19, 2021
Homeપ્રાંતિજ માંથી બે નકલી કરદાબાજ પત્રકારો મળી આવ્યા.
Array

પ્રાંતિજ માંથી બે નકલી કરદાબાજ પત્રકારો મળી આવ્યા.

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે થી બે નકલી પત્રકારો મળી આવ્યાં તો પોલીસે બન્ને ની અટકાયત કરી ગુનોનોધી આગળની તપાસ હાથ ધરી .

 

 

પ્રાંતિજ સિનીમા રોડ ઉપર રહેતી મહિલા કે જે અગાઉ દારૂ નો ધંધો કરતી હતી પરંતુ અત્યારે દારૂ નો ધંધો કે બીજો કોઇ ગેર કાયદેસર ધંધો કરતી નથી તેના ધરે નકલી પત્રકાર બનીને ખેરાશ કુમાર પ્રકાશભાઇ ખત્રી ઉ.ર્વષ -૨૧ અને આયુશકુમાર કિરણભાઇ સથવારા ઉ.વર્ષ- ૨૦ બન્ને રહે. હિંમતનગર બન્ને જણા મહિલાના ધરે જઇ અમે પત્રકારો છીએ અને  તમો દારૂ નો ધંધો કરો છો જેથી પૈસા આપો તો મહિલાએ કહ્યું કે મારા પતિ નુ મરણ થયું હતું અને મારૂ ગુજરાન ચલાવવા સારૂં હુ અગાઉ દારૂ નો ધંધો કરતી હતી પરંતુ અત્યારે દારૂ નો કે બીજો કોઇ ગેરકાયદેસર ધંધો કરતી નથી અને તમો પત્રકાર છો તો તમારૂ આઇકાર્ડ બતાવો જેથી પત્રકાર ના વેશમાં આવેલ બન્ને યુવકો દ્વારા મહિલા ને જણાવ્યું કે અમારે તમોને કોઇ કાર્ડ બતાવવાની જરૂર નથી તેમ કહીને મહિલા નો  મોબાઇલ માં ફોટો કોપી પાડવા જતા હતાં જેથી મહિલા ખસી જઈને મહિલાએ પ્રાંતિજ ભાખરીયા પોલિસ ચોકી ઉપર જાણ કરતાં પોલિસ બીટ જમાદાર હરિચંદ્ર સિંહ  તથા પોલિસ કોન્સ્ટેબલ વસંતકુમાર વિનોદભાઇ તાત્કાલિક મહિલા ના ધરે પહોચી ગયાં હતાં તો બન્ને એ પત્રકાર ની ઓળખાણ આપી હતીઅનેબહેન દારૂ નો ધંધો કરે છે તો પોલિસ દ્વારા બન્ને ને સાથે રાખી બે પંચો ને જોડે રાખીને મહિલા ના ધરમા પ્રોહી રેઇડ કરતા કોઇ પણ મુદામાલ મળી આવ્યો ન હતો તો પોલિસ દ્વારા બન્ને ઇસમો ની પુછપરછ કરતા અને પત્રકાર નું આઇકાર્ડ માગતા સંતોષકારક જવાબ અને આઇકાર્ડ પાસે નથી રાખતા જવાબ આપ્યા અને કોઇ સંતોષ કારક જવાબ ના આપતાં પોલિસે વધુ પુછપરછ કરતાં તેવો ભાંગી પડ્યા હતાં તો પ્રાંતિજ પોલીસ હરીચંદ્વ દ્વારા ફરીયાદી થઈ ને સી.આર.પી.સી.કલમ- ૪૧ (૨) મુજબ બન્ને ની અટકાયત કરી સી.આર.પી.કલમ ૧૦૯ મુજબ ગુનોનોધી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments