પ્રાંતિજ લાલ દરવાજા વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતાં નાસભાગ મચી, ધરમાં કોઇ ના હોવાથી જાનહાની ટળી .

0
44

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના બજારચોક લાલ દરવાજા વિસ્તારમાં આવેલ માળી ની ખડકી માં એક મકાનમાં અચાનક આગ લાગતાં આજુબાજુ લોકો માં નાશ ભાગ મચીજવા પામી હતી તો મકાનમાં રહેલ ધર વખરી આગ માં  બળી ને સ્વાહા થઈ ગઇ હતી  .

 

 

પ્રાંતિજ લાલ દરવાજા વિસ્તારમાં આવેલ માળી ની ખડકીમાં રહેતાં રાઠોડ દશરથસિંહ વિરસિંહ તેવો તથા પરીવાર ના સભ્યો ધર ની  બહાર હતાં તે સમયે તેવો ના  પતરાં વાળા મકાનમાં અચાનક આગ ની જ્વાળાઓ દેખાતા આજુબાજુના લોકો સહિત વિસ્તારના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી તો આ અંગેની જાણ પ્રાંતિજ ફાયર ટીમ ને કરતાં પ્રાંતિજ ફાયર ટીમ મુકેશભાઇ પરમાર  સહિત તેમની ફાયર ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતાં અને પાણી નો માળો ચાલું કર્યો હતો અને આગ ને હોલવવામા આવી હતી  પણ જોત જોતા માં   આગ ધર ફેલાઇ જતાં ધર મા   રહેલ  કપડાં , ગાદલા સહિત ની ધર વખરી આગ માં બળી ને  સ્વાહા થઈ ગઈ હતી તો તંત્ર  દ્વારા આગને લઈને કોઇ જાનહાની ના થતાં હાશકારો અનુભવ્યો હતો .

રિપોર્ટર :  સંજય રાવલ, CN24NEWS પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here