પ્રાંતિજ : વડાલી કેળવણી મંડળ સંચાલીત શેઠ.સી.જે હાઇસ્કુલ નું ગૌરવ .

0
70

 

સાબરકાંઠા જિલ્લા સહિત જિલ્લાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલી  એચ.એચ.સી ની પરીક્ષા નું પરિણામ આવી ગયું છે તો વડાલી ૧૨ કોમર્સ ની પરીક્ષા આપેલ વિધાર્થી અજય પંચાલ જિલ્લા માં પ્રથમ આવી માતા-પિતા શાળા નું તથા સમાજ નું નામ રોશન કર્યું .

     બાઇટ : અજય પંચાલ (વિદ્યાર્થી)

 

વડાલી ખાતે આવેલ શ્રી વડાલી કેળવણી મંડળ સંચાલિત શેઠ.સી.જે હાઇસ્કુલ નો વિધાર્થી અજય મહેશભાઇ પંચાલ કે જે ચાલુ સાલે લેવાયેલ ધોરણ-૧૨ કોમર્સ ની પરીક્ષા માં સ્કુલમાં તાલુકા તો પ્રથમ આવ્યો પણ જિલ્લામાં પણ આવ્યો તો અજય પંચાલ ૯૨ ટકા અને ૯૯.૯૧ પર્સન્ટેજ મેળવીને જિલ્લા માં પ્રથમ આવી તેના પરિવાર  , શાળા નું , ગામનું અને સમાજ નું નામ રોશન કર્યું છે તો શાળા ના પ્રમુખ તખતસિંહ દ્વારા અજય પંચાલ ને અભિનંદન પાઠવ્યા હતાં તો શાળા ના  આચાર્ય પ્રવિણસિંહ સીસોદીયા એ પણ જિલ્લામાં  શાળા નું ગૌરવ વધાર નાર વિધાર્થીને અજય પંચાલ ને અભિનંદન પાઠવ્યા હતાં.

બાઇટ : પ્રવિણભાઇ સીસોદીયા (આચાર્ય)

 

 

તો એક ગરીબ પરીવાર માંથી ઉછરેલ અજય પંચાલ કે જેના પિતા વડાલી ખાતે જીઇબી માં હેલ્પર તરીકે ફરજ બજાવે તો  અજય પંચાલે પોતાના માતા પિતા પરિવાર તથા સમાજ સહિત શાળા નું નામ રોશન કર્યું છે તો ધોરણ પાંચ થી અજય પંચાલ શેઠ.સી.જે હાઇસ્કુલ માં ધોરણ પાંચ માંથી અભ્યાસ કરતો હતો તો દર વર્ષે શાળા માં પણ પ્રથમ નબંર આવતો હતો અને આ વર્ષે બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-૧૨ કોમર્સની પરીક્ષા મા શાળામાં  , તાલુકા સહિત જિલ્લા માં પ્રથમ આવ્યો હતો તો અજય પંચાલ આવનાર રીઝલ્ટ ને લઇને એટલું બધું કોન્ફોરસ હતુ કે બે મહિના પહેલા થીજ અમદાવાદ ખાતે સીએ ના કલાસ જોઇટ કરી દીધાં હતાં ત્યારે હાલતો જિલ્લા માં પ્રથમ સ્થાને મેળવીને  પરિવાર સમાજ અને શાળા નું નામ રોશન કર્યુ છે.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here