Wednesday, September 22, 2021
Homeપ્રાંતિજ : વી.એસ.રાવલ પી.ટી.સી કોલેજ માં જુનીયર કલાર્ક તરીકે ફરજ કર્મચારીનિવૃત...
Array

પ્રાંતિજ : વી.એસ.રાવલ પી.ટી.સી કોલેજ માં જુનીયર કલાર્ક તરીકે ફરજ કર્મચારીનિવૃત થતાં વિદાય સમારંભ

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ વી.એસ.રાવલ પી.ટી.સી કોલેજ ખાતે જુનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા ભરતભાઇ રાવલ સરકારી વય મર્યાદા ને લઈને નિવૃત થતા અધ્યાપક મંડળ દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો.

 

 

પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી વી.એસ.રાવલ બુનિયાદી અધ્યાપક મંદિર પી.ટી.સી કોલેજ   મા ૧૯૮૬ થી જુનીયર કલાર્ક તરીકે ફરજ ભરતભાઇ જયદેવ પ્રસાદ રાવલ તા.૨૬|૪|૨૦૧૯ ને શુક્રવાર ના રોજ સરકારી ધારા ધોરણ મુજબ વય મર્યાદા ને કારણે નિવૃત થતાં વી.એસ.રાવલ પીટીસી.કોલેજ અધ્યાપક મંડળ દ્વારા વી.એસ.રાવલ પીટીસી કોલેજ ખાતે વિદાયસમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું તેવોને ઉપસ્થિત મહેમાનો તથા વી.એસ.રાવલ પીટીસી કોલેજ અધ્યાપક મંડળપરિવાર દ્વારા શાલ,શ્રીફળ,મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે બનાસકાંઠા નિવૃત્ત ડીઓ હર્ષદભાઇ રાવલ, વી.એસ.રાવલ પીટીસી કોલેજ બીએડ કોલેજના સંચાલક ભાસ્કરભાઇ રાવલ, ગીતાબેન રાવલ, વી.એસ.રાવલ પબ્લિક સ્કૂલના સંચાલક સંકેતભાઇ રાવલ, વી.એસ.રાવલ બુનિયાદી અધ્યાપક મંદિર પીટીસી કોલેજ ના આચાર્ય વર્ષાબેન રાવલ  , વી.એસ.રાવલ પબ્લિક સ્કૂલ ના પ્રિન્સિપાલ મનીષા ચિતલે, અલ્કાબેન રાવલ , શંભુભાઇ રાવલ , શંકરભાઇ રાવલ , સતીષભાઇ રાવલ સહિત અધ્યાપક મિત્રો આમંત્રણત્રિક મહેમાનો સંગા સંબંધીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને નિવૃત્ત થઈ રહેલ ભરતભાઇ જયદેવ પ્રસાદ રાવલ ને શુભેચ્છાઓ શુભકામનાઓ સાથે મોમેન્ટો ,ગીફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તો સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન રસિકભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : સંજય રાવલ, CN2NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments