પ્રાંતિજ શેઠ પી એન્ડ આર હાઈસ્કૂલ માં ફરજ બજાવતા શિક્ષક નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો .

0
63

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શેઠપીએન્ડઆર હાઇસ્કુલ ખાતે ફરજ બજાવતા શિક્ષક જગદીશ ભાઇ પંચાલ સરકારી વય મર્યાદા ને લઈને નિવૃત થતા શાળા પરિવાર દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો .

 

 

પ્રાંતિજ ખાતે નગર પાલિકા સંચાલિત શેઠપીએન્ડઆર હાઇસ્કુલ પ્રાથમિક વિભાગ માં ફરજ બજાવતા જગદીશ ભાઇ પંચાલ   તા.૨૭|૨|૨૦૧૯ ને બુધવાર ના રોજ સરકારી ધારા ધોરણ મુજબ વય મર્યાદા ને કારણે નિવૃત થતાં શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું તો તેવો ને ઉપસ્થિત મહેમાનો તથા શાળા પરિવાર દ્વારા શાલ ,શ્રીફળ , મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , પ્રાંતિજ- તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , ભાજપ શહેર પ્રમુખ વિજયભાઇ પટેલ , નગરપાલિકા કોર્પોરેટર મહેબુબ ભાઇ બલોચ , નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર  નટુભાઇ રાઠોડ , માધ્યમિક વિભાગ આચાર્ય મીઠાભાઇ પટેલ , પૂર્વ આચાર્ય જયંતિભાઇ ત્રિવેદી , પૂર્વ આચાર્ય દોલતસિંહ ઝાલા શાળાના આચાર્ય હિરેનભાઇ શાહ , શાળીની શિક્ષિકાઓ સાલેહાબેન પઠાણ , જયોતિકાબેન પરમાર , હિનાબેન ઝાલા સહિત આમંત્રિત મહેમાનો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં .

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ ,સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here