સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ સહિત વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણ માં અચાનક પલ્ટો આવ્યો હતો અને તેજ પવન બાદ ધૂળની ડમરીઓ ઉડીહતી અને બાદમા ધીમીધારે કમોસમી વરસાદ પડયો હતો
પ્રાંતિજ સહિત વિસ્તારોમાં અચાનક વાતાવરણ માં પલ્ટો આવતાં પહેલાં કાળાં વાદળો ધસી આવ્યા હતાં અને અંધાર પટ છવાયો હતો અને બાદમાં એકદમ તેજ પવન ફુંકાતા ચડી આવેલ કાળા વાદળો વિખરાઇ ગયાં હતાં અને ધૂળની ડમરીઓ ઉડી હતી તો પવન ફુંકાતા કેટલી જગ્યાએ હોર્ડીંગ્સ બોડ ઉડ્યા હતાં તો ધીમીધારે કમોસમી વરસાદ પડતાં ધરતી પુત્રોમા નારાજગી જોવા મળી હતી અને કંપાસ , વરીયાળી , ધંઉ , શાકભાજી ઉપર કમોસમી વરસાદ ને લઈને ખેડૂતો ને મોટી નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS પ્રાંતિજ ,સાબરકાંઠા