Tuesday, October 26, 2021
Homeપ્રાઇવસીને ધ્યાનમાં રાખીને WhatsAppનું નવુ ફિચર, તમારા સિવાય કોઇ નહી જોઇ શકે...
Array

પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને WhatsAppનું નવુ ફિચર, તમારા સિવાય કોઇ નહી જોઇ શકે ચેટ

WhatsApp હવે Fingerprintથી ખુલશે. કોઇ બીજુ તમારું WhatsApp નહી ખોલી શકે. WhatsAppમાં જલ્દીથી નવું ફિચર આવશે. WhatsAppના તમામ નવા ફિચર પર નજર રાખનારા WABetaInfoની રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઇડ યૂઝર્સના જલ્દી નવું WhatsApp ફિંગરપ્રિન્ટ ઓન્ટિકેશનનો ઓપ્શન મળશે, જે તેની સિક્યોરિટી વધારી દેશે. આ સાથે જ યૂઝર્સ ચેટ પણ સુરક્ષિત રહેશે એટલે કે કોઇ બીજું ચેટ નહી વાંચી શકે.

WABetaInfoના રિપોર્ટ પ્રમાણે, મેસેજિંગ એપએ એન્ડ્રોઇડ 2.19.3 અપડેટ માટે WhatsApp બીટા રોલ આઉટ કર્યુ છે. જેમાં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે નવું ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ફિચર રાખવામાં આવ્યુ છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, iOS માટે ફેસ આઈડી અને ટચ આઈડી ઈન્ટીગ્રેશન પર કામ કર્યા બાદ એપ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન પર કામ કરવાનું શરૂ કર્યુ છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, WhatsApp એક નવુ સેક્શન હશે જેમાં ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ફિચર એનેબલ કરવાનો ઓપ્શન મળશે.  આ ફિચર iOSની જેમ કામ કરશે અને Appleની ઓપરેટિંગ સિસ્ટમમાં પણ આપવામાં આવશે એટલે કે WhatsApp યૂઝર્સ માટે સિક્યોરિટી વધારવામાં આવી છે અને યૂઝર્સ દરેક વખતે એપ ખોલતી વખતે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવો પડશે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, WhatsApp તમારી ફિંગરપ્રિન્ટ ઓળખી ન શકે તો તમારા ફોનના ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને પણ એપ ખોલી શકશો. હાલમાં WhatsAppનું આ નવું ફિચર ડેવલપમેન્ટના આલ્ફા સ્ટેજમાં છે. એન્ડ્રોઇડ માર્શમેલો અને તેની ઉપરના દરેક WhatsApp યૂઝરને મળશે. Android 2.19.3 અપડેટ બાદ WhatsApp બીટા વધુ સારા ઓડિયો પિકર સાથે આવશે. જેમાં યૂઝર ઓડિયો ફાઇલને મોકલતા પહેલા પ્રિવ્યૂ કરી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments