Wednesday, December 8, 2021
Homeપ્રાસલાના જંગલમાં બે મોર અને એક હરણનો શિકાર કરનાર ચાર ઝડપાયા
Array

પ્રાસલાના જંગલમાં બે મોર અને એક હરણનો શિકાર કરનાર ચાર ઝડપાયા

રાજકોટ: ઉપલેટાના પ્રાંસલાના જંગલમાં હરણ અને મોરના શિકાર કરવા આવેલા જામગનર, ઉપલેટા અને જૂનાગઢના 4 શખ્સને ભાયાવદર પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી હરણ અને મોરનો કબજો લઈને ફોરેન્સીક પીએમ માટે ખસેડ્યા હતા અને બાદમાં પોલીસે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.

ડબલ બેરલ બાર બોરની એક ગન, ગોળીઓ અને છરી જપ્ત કરી

ઘટનાની વિગત અનુસાર ભાયાવદર પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ઉપલેટાના પ્રાંસલા ગામના જંગલમાં કેટલાક શખ્સો શંકાસ્પદ રીતે નજરે પડ્યા હતા. જેથી પોલીસે શંકાસ્પદ ચારેય લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ડબલ બેરલ બાર બોરની એક ગન અને દેશી બનાવટની ધાતુની ગોળીઓના 22 નંગ અને એક છરી મળી આવી હતી.

2 મોર અને 1 હરણનાં મૃતદેહની પીએમ માટે ખસેડાયા

પોલીસે 4 આરોપીની અટકાયત કરી આકરી પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે તેઓએ 2 મોર અને 2 હરણનો શિકાર કરીને તેના મૃતદેહોને જાળીમાં છુપાવ્યા છે. જેથી પોલીસે જાળીમાં છુપાવેલા 2 મોર અને 1 હરણનો કબ્જો લઈને ફોરેન્સીક પીએમ માટે ખસેડ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરી હતી. હાલ પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી, બાર બોરની ગન, ગોળીઓ, છરી, કાર અને મોબાઈલ મળી કુલ 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓનાં નામ
  1. સોહીલ ઓસમાણ રાઉમા, જામનગર (ઉંમર 35 વર્ષ)
  2.  મહંમદહનીફ ઉર્ફ ડાડાબારુ અનવર હુસેન, ઉપલેટા (ઉંમર 30 વર્ષ)
  3. ફતેહમહંમદ વલીમામદ અકીલા રાઉમા, લાલપુર (ઉંમર 30 વર્ષ)
  4. સાબરીન ઉર્ફે એહસાન હસનઅલી કાદરી, જૂનાગઢ (ઉંમર 21 વર્ષ)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments