Tuesday, September 28, 2021
Homeપ્રિયંકાએ કર્યું પહેલું Tweet, ગાંધીએ ગાંધીને યાદ કરીને કરી શુભ શરૂઆત
Array

પ્રિયંકાએ કર્યું પહેલું Tweet, ગાંધીએ ગાંધીને યાદ કરીને કરી શુભ શરૂઆત

હજુ પ્રિયંકા ગાંધી અને કૉંગ્રેસની આખી ટીમ ગુજરાતમાંથી ગઈ કાલે જ રવાના થઈ છે. એવામાં પ્રિયંકા વધુ એક વાતને લઈને ચર્ચામાં છે. કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ યૂપીની પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર આવ્યાને એક મહિના બાદ મંગળવાર મોડી રાત્રે પહેલીવાર ટ્વિટ કર્યું. પ્રિયંકાએ સતત બે ટ્વિટ કર્યા. એક ટ્વિટમાં તેઓએ અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ વિશે લખ્યું, બીજા ટ્વિટમાં મહાત્મા ગાંધીની કહેલી એક વાત શેર કરી કે રાષ્ટ્રપતિ હંમેશા હિંસાના વિરોધી રહ્યા.

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં સામેલ થયા બાદ પ્રિયંકાએ આ ટ્વિટ કર્યા. જેમાં તેઓએ કહ્યું કે, સાબરમતીની સાદગીમાં સત્ય જીવંત છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા 10 ફેબ્રુઆરીએ ટ્વિટર પર આવ્યા હતા. પ્રિયંકાએ મહાત્મા ગાંધીના એક કથનનો હવાનો આપતા બીજી ટ્વિટ કર્યું કે, જો હિંસાના ઉદ્દેશ્યમાં કંઈક સારું દેખાય છે તો તે અસ્થાઈ છે. હિંસામાં હંમેશા દુષ્ટતા જ હોય છે.

પ્રિયંકાએ યૂપી કોંગ્રેસની મહાસચિવ બન્યા બાદ પહેલીવાર ગુજરાતમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. અડાલજમાં આયોજિત રેલીમાં પ્રિયંકાએ કહ્યું કે, મને ખબર હતી કે આજે બેઠક છે, પરંતુ મનમાં વિચાર્યું હતું કે ભાષણ નહીં આપવું પડે. હું ભાષણ નથી આપી રહી, પરંતુ મારા દિલની વાત કહી રહી છું. પહેલીવાર ગુજરાત આવી છું અને પહેલીવાર તે સાબરમતી આશ્રમ ગઈ જ્યાંથી મહાત્મા ગાંધીએ આઝાદી માટે સંઘર્ષની શરૂઆત કરી હતી. ત્યાં બેસીને લાગ્યું કે આંખોમાં આંસુ આવી ગયા. તે લોકોની યાદ આવી જેઓએ દેશ માટે પોતાનું સઘળું ન્યોછાવર કરી દીધું.

પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું કે આ ચૂંટણીમાં બેકારી, ખેડૂત, મહિલાઓની સુરક્ષા મોટા મુદ્દા છે. આ મુદ્દાઓ પર સરકારને સવાલ પૂછવા જોઈએ. પ્રિયંકા ગાંધીએ પોતાની પહેલી ચૂંટણી રેલમાં પીએમ મોદી પર હુમલો કરતાં કહ્યું કે, મોટા-મોટા વાયદા કરનારાઓને સવાલ કરવા જોઈએ. આજે જે દેશમાં થઈ રહ્યું છે તેને જોઈ દુ:ખ થાય છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે લોકોનું જાગૃત થવું જ સૌથી મોટી દેશભક્તિ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments