પ્રિયંકાએ રોયલ બેબીને ગિફ્ટ આપવાની વાતને ખોટી ગણાવતાં કહ્યું, ‘સોર્સ’ તેના ફેક્ટ્સ ચેક કરે

0
37

બોલિવૂડ ડેસ્ક: બે દિવસથી એવી વાતો ફરી રહી હતી કે, પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનસ સાથે મેગન માર્કલના રોયલ બેબી આર્ચીને મળવા ગઈ હતી. તેણે ‘ટિફની’ જ્વેલરી બ્રાન્ડનું અંદાજે 21 હજારનું સિલ્વર બબલ બ્લોઅર આર્ચિને ગિફ્ટ પણ કર્યું હતું. પ્રિયંકાએ આ વાતને લઈને ટ્વિટર પર ખુલાસો કર્યો કે, ‘આ ગિફ્ટ માટેના સારા વિચાર છે પરંતુ આ સ્ટોરી સાચી નથી. હું શહેરમાં કામ માટે ગઈ હતી. હું આશા રાખું છું કે આ માહિતી આપનાર જે પણ ‘સોર્સ’ છે તે અવારનવાર તેમના ફેક્ટ્સ ચેક કરવાનું શરૂ કરે.’

યુકેની એક અંગ્રેજી વેબસાઈટે એવો દાવો કર્યો હતો કે, પ્રિયંકાએ મેગનને મળીને સાબિત કરી દીધું છે કે હવે બન્ને વચ્ચે બધું સરખું થઇ ગયું છે. કારણકે મેગન ભારતમાં યોજાયેલ નિક અને પ્રિયંકાના લગ્નમાં હાજર રહી ન હતી. ત્યારબાદ તેમની વચ્ચે અબોલા જેવું થઇ ગયું હતું. ઉપરાંત ‘પેજ સિક્સ’ના રિપોર્ટ મુજબ, બન્ને વચ્ચે થયેલા અબોલાને કારણે પ્રિયંકા મેગનના બેબી શાવરમાં પણ ગઈ ન હતી.

જોકે, આ બાબતે અમેરિકન ટીવી પરના એક લાઈવ શોમાં જ્યારે હોસ્ટે પ્રિયંકાને પૂછ્યું કે, તે તેની ફ્રેન્ડ મેગનથી નારાજ છે કારણકે તે તારા લગ્નમાં આવી ન હતી. ત્યારે પ્રિયંકાએ કહ્યું હતું કે, ‘હે ભગવાન. આ સાચું નથી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here