Wednesday, December 8, 2021
Homeપ્રિયંકાને સલમાનની ફિલ્મ છોડવી પડી ભારે, દબંગ ખાને આ રીતે લીધો બદલો
Array

પ્રિયંકાને સલમાનની ફિલ્મ છોડવી પડી ભારે, દબંગ ખાને આ રીતે લીધો બદલો

સંજય લીલા ભણશાલી સલમાન ખાન સાથે બાર વરસ બાદ ફિલ્મ કરવાનો છે. આ પહેલા બન્ને ‘સાંવરિયા’ ફિલ્મમાં સાથે હતા, જોકે તેમાં સલમાનનો ફક્ત કેમિયો જ હતો. તાજા જાણકારી મુજબ સલમાન ભણશાલીની ફિલ્મનું શૂટિંગ પોતાની ફિલ્મ ‘દબંગ ૩’ પુરી કર્યા બાદ શરૂ કરશે. આ ફિલ્મમાં સલમાન સાથે પ્રિયંકા હશે એવી વાત હતી. પરંતુ સલમાને પ્રિયંકા સાથે કામ કરવાનો ઇનકાર કર્યો છે.

જોકે એક વાત એવી પણ છે કે, ભણશાલીએ પોતાની આગામી ફિલ્મ   માટે ‘ગંગુબાઇ’ ટાઇટલ રજિસ્ટર્ડ કરાવ્યું છે. તેમાં પ્રિયંકા મુખ્ય ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. આ એક કોઠાવાળીબાઇની વાત છે. જેમાં પ્રિયંકા મુખ્ય પાત્ર ભજવશે.

ભણશાલી પાસે આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર હોવાનું કહેવાય છે.  થોડા સમય પહેલા પ્રિંયકાએ એક ચેટ શોમાં સંજય ભણશાલી અને વિશાલ ભારદ્વાજ સાથે ફિલ્મની વાતચીત ચાલીરહી હોવાનું જણાવ્યું હતું.

સલમાન અને ભણશાલીની આગામી ફિલ્મની અભિનેત્રી અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે પહેલા એવા સમાચાર હતા કે, પ્રિયંકા ચોપરા  ભણશાલીની ફિલ્મમાં કામ કરશે. પરંત હવે જાણવા મળેલ મુજબ પ્રિયંકા સાથે સલમાને કામ કરવાનો ઇનકાર કર્યો છે.

પ્રિયંકાએ સલમાનની ફિલ્મ’ભારત’ છેલ્લી ઘડીએ છોડી દીધી હતી. ત્યારથી સલમાન પ્રિયંકાથી નારાજ થઇ ગયો છે. પ્રિયંકા તેને મનાવાના પ્રયાસ કરી રહી હોવાની ચર્ચા છે, પરંતુ સલમાન ટસનો મસ થતો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments