Thursday, September 23, 2021
Homeપ્રિયંકાનો આજે ફૈઝાબાદથી અયોધ્યા સુધી 47 કીમીનો રોડ શો, હનુમાનગઢીમાં પણ દર્શન...
Array

પ્રિયંકાનો આજે ફૈઝાબાદથી અયોધ્યા સુધી 47 કીમીનો રોડ શો, હનુમાનગઢીમાં પણ દર્શન કરશે

અયોધ્યાઃ કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના ત્રિદિવસીય ઉત્તરપ્રદેશ પ્રવાસનો છેલ્લો દિવસ છે. તેઓ આજે અહીં ફૈઝાબાદના કુમારગંજથી અયોધ્યાના હનુમાનગઢી સુધી રોડ શો કરશે. આ દરમિયાન તેઓ ચાર સ્થળે સભાઓ અને નવ જગ્યાએ કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કરશે. આ રોડ શો આશરે 47 કિમી સુધી હશે. પ્રિયંકા માતા સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર રાયબરેલીથી ભાઈ રાહુલ ગાંધીના સંસદીય વિસ્તાર અમેઠી થઈને કુમારગંજ પહોંચશે.

પ્રિયંકા ભાજપના ગઢમાં સાડા પાંચ કલાક રહેશેઃ અયોધ્યા ભાજપની સત્તાનું કેન્દ્ર છે. એવામાં તેઓ અહીં સાડા પાંચ કલાક રહેશે. રોડ શોની કમાન કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ અધ્યક્ષ નિર્મલ ખત્રી સંભાળી રહ્યા છે. પ્રિયંકા રામલલા તો નહીં જાય, પરંતુ હનુમાનગઢીમાં પૂજા-અર્ચના કરશે. ઘણા સંતોએ પ્રિયંકાના અયોધ્યાના પ્રવાસ પર સવાલો ઉઠાવ્યા હતા. સંતોના કહ્યા પ્રમાણે જો પ્રિયંકા હનુમાનગઢી આવે તો તેમને જાહેરાત કરવી જોઈએ કે જો તેમની સરકાર બનશે તો રામમંદિર બનશે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ 18 માર્ચને પ્રયાગરાજના મનૈયા ઘાટ ખાતેથી ગંગા યાત્રાની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે સોફ્ટ હિન્દુત્વ દ્વારા ભાજપને ઘેર્યુ હતુ. તેમણે સંગમ પર હનુમાનની પૂજા -અર્ચના કરી સાથે જ અક્ષયવટના દર્શન પણ કર્યા હતા. ગાંધી-નેહરુ પરિવારમાંથી રાહુલ ગાંધીએ 2016માં અયોધ્યાનો પ્રવાસ કર્યો હતો અને હવે પ્રિયંકાનો પ્રવાસે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments