Tuesday, September 21, 2021
Homeપ્રિયંકા ગંગા યાત્રા પછી હવે સરયૂ કિનારે: ત્રણ દિવસમાં અમેઠી, રાયબરેલી, અયોધ્યાની...
Array

પ્રિયંકા ગંગા યાત્રા પછી હવે સરયૂ કિનારે: ત્રણ દિવસમાં અમેઠી, રાયબરેલી, અયોધ્યાની મુલાકાત કરશે

અમેઠી: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા બુધવારથી ઉત્તરપ્રદેશની ત્રણ દિવસની મુલાકાતે લખનઉ પહોંચશે. અમૌસી એરપોર્ટથી પ્રિયંકા કારથી અમેઠી જશે. બુધવારે પ્રિયંકા ગાંધી અમેઠીમાં અને ગુરુવારે રાયબરેલીના ચૂંટણી કાર્યક્રમોમાં સામેલ થશે. 29 માર્ચે પ્રિયંકા અયોધ્યામાં હનુમાન ગઢીના દર્શન કરીને રોડ શો કરશે.

અમેઠીમાં મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધી એએચ ઈન્ટર કોલેજમાં કાર્યકર્તાઓ સાથે ચૂંટણીની રણનીતિ વિશે ચર્ચા કરશે. તે સાથે જ અમુક સંગઠનના લોકો સાથે પણ મુલાકાત કરશે. પ્રિયંકા રાત્રી વિશ્રામ રાયબરેલીમાં કરશે. 28 માર્ચની સવારે પ્રિયંકા રાયબરેલીમાં કાર્યકર્તાઓને મળશે. આખો દિવસ તેઓ કાર્યકર્તાઓ અને અન્ય લોકો સાથે મીટિંગ કરશે. 28 માર્ચે રાત્રે પણ પ્રિયંકા રાયબરેલીમાં જ રોકાશે અને 29 માર્ચે સવારે તેઓ અયોધ્યા માટે રવાના થશે.

પ્રિયંકા ગાંધી 29 માર્ચે અયોધ્યામાં બપોરે 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન તેમનો રોડ શો પણ થશે. અહીં તેઓ બે જગ્યાએ તેઓ સભા પણ સંબોધશે. પ્રિયંકા ગાંધી અયોધ્યામાં હનુમાનગઢીમાં પૂજા-અર્ચના પણ કરશે. આ દરમિયાન તેમનો સંતોને મળવાનો કાર્યક્રમ પણ છે. સાંજે 7 વાગે પ્રિયંકાનો અયોધ્યાથી લખનઉ જવાનો કાર્યક્રમ છે. રાત્રે 9.50 વાગે તેઓ દિલ્હી માટે રવાના થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments