Thursday, September 23, 2021
Homeપ્રિયંકા ગાંધીએ કૉંગ્રેસ કાર્યકર્તાને એવો સવાલ કર્યો કે પોતે હસતા હતા પણ...
Array

પ્રિયંકા ગાંધીએ કૉંગ્રેસ કાર્યકર્તાને એવો સવાલ કર્યો કે પોતે હસતા હતા પણ પેલા નેતા ગોથે ચડી ગયા

2019ની લોકસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓએ મિટિંગના દોર અને પ્રચાર-પ્રસાર માટે કમર કસી છે. દરેક પાર્ટીને ફક્ત મિશન-2019થી જ મતલબ છે. કૉંગ્રેસે મિશન -2019માં નવા ચહેરા તરીકે પ્રિયંકા ગાંધીને પ્રચારમાં ઊતારયા છે. પ્રિયંકા ગાંધી હાલ યુપીમાં વ્યસ્ત છે. જયારે પ્રચાર અમેઠીમાં પહોચ્યા છે. અમેઠી એ કૉંગ્રેસનો ગઢ છે. જ્યાં પ્રિયંકા ગાંઘીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જયારે પ્રિયંકા ગાંધી કૉંગ્રેસનાં કાર્યકર્તાઓ સાથે વન ટુ વન વાતચિત કરી રહ્યા હતા તે દરમ્યાન તેમણે વાતચીતને રોકી એક કાર્યકર્તાને પુછયું કે ચુંટણીની તૈયારી કેવી ચાલી રહી છે. લોકસભા 2019ની નહી પરંતુ આવનારી 2022ની યુપી વિઘાનસભાની તૈયારી વિશે પુછયું હતું.

પ્રિયંકા ગાંઘીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રિયંકા ગાંઘી કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી તૈયારી બાબતે સવાલ કરી રહ્યા હોય તે સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. આ સમગ્ર મામલો અમેઠીનાં ગૌરીગંજ વિસ્તારનો છે. જ્યાં પ્રિયંકા ગાંઘી કાર્યકર્તાઓને મળવા પહોચ્યાં હતા. વીડિયોમાં એક કાર્યકર્તા ચુંટણીની તૈયારી વિષે પ્રિયંકા ગાંઘીને જાણકારી આપી રહ્યો છે. ત્યારે જાણકારી આપનાર કાર્યકર્તાને રોક્યા વગર પ્રિયંકાએ બીજા કાર્યકર્તાને પૂછ્યું કે “ચુંટણીની તૈયારી કેવી ચાલી રહી છે ” ત્યારે કાર્યકર્તાએ જવાબ આપ્યો કે તૈયારી મહત્વપૂર્ણ ચાલી રહી છે. ત્યારે પ્રિયંકા ગાંધી જણાવે છે કે લોકસભા 2019ની નહી પરંતુ આવનારી 2022ની યુપી વિઘાનસભાની તૈયારી વિશે પૂછી રહી છું. ત્યારે કાર્યકર્તાએ ફરીથી એ જ અપેક્ષા મુજબ જવાબ આપ્યો.

પ્રિયંકા ગાંધીએ આપેલા સ્ટેટમેન્ટ પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 2019ની ચુંટણી લડ્યા વગર હારી ગયા અથવા તો 2019 ચુંટણી કોગ્રેસ જીતશે. પરંતુ એ વાત તો સ્પષ્ટ છે પ્રિયંકા ગાંઘીના સવાલે કોગી કાર્યકર્તાને થોડીક ક્ષણ માટે વિચાર મગ્ન કરી દીધો હતો.

અમેઠીમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત પછી પ્રિયંકા ગાંઘી પત્રકારો સાથે વાતચીત કરીને તેમના સવાલોના જવાબ આપ્યા હતા. પત્રકારોએ લોકસભાની ચુંટણી લડવા બાબતે પ્રિયંકા ગાંઘીને સવાલ પુછ્યાં હતા. પ્રિયંકા ગાંઘીએ જવાબ આપ્યો કે લોકસભાની ચુંટણી લડવા માટે વિચાર કર્યો નથી પરંતુ પાર્ટી હાઈકમાન્ડ કહેશે તો જરૂરથી ચૂંટણી લડીશ. પ્રિયંકા ગાંઘીએ મીડિયાને જણાવ્યું કે મે કાર્યકર્તાઓને કહ્યું કે 2019 -યુંટણીએ દેશ બચાવ ચુંટણી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments