પ્રિયંકા ગાંધીએ ટ્યૂમર પીડિત બાળકીની કરી મદદ, ખાનગી વિમાનથી દિલ્હી એઇમ્સ ખસેડી

0
20

પ્રિયંકા ગાંધીએ એક ટ્યૂમરથી પીડિત બાળકીને મદદ કરીને લોકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. પ્રિયંકા ગાંધીએ ખરેખર એક માનવતાનું ઉદાહરણ લોકોને આપ્યું છે.

ઘટનાની વિગત એવી છે કે, ટ્યૂમરથી પીડિત એક બાળકીની યૂપીના પ્રયાગરાજમાં આવેલી એમ્સમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ તેની તબિયતમાં સુધારો ના થતા પીડિત પરિવારે પ્રિયંકા ગાંધીનો સંપર્ક કર્યો હતો. તો પ્રિયંકા તરત જ તેની મદદે આવ્યા અને એક ખાનગી પ્લેનમાં પીડિત પરિવારને દિલ્હી એઇમ્સ ખસેડ્યા હતા.

જોકે, પ્રયાગરાજના કમલા નેહરૂ હોસ્પિટલમાં ટ્યૂમર પીડિત એક બાળકની સારવાર માટે પહોંચી હતી. પરંતુ તેમની તબિયતમાં કોઇ સુધારો ન આવ્યો. તે જોઇને તેમનો આર્થિક રીતે કમજોર પરિવાર તકલીફમાં મૂકાઇ ગયો. ત્યાર બાદ બાળકીની મતત માટે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો સંપર્ક કર્યો. ત્યારે આ મામલો ધ્યાન આવતા જ પ્રિયંકા ગાંધી તાત્કાલિક બાળકીની મદદે આવી ગઇ.

પ્રિયંકા ગાંધી પ્રયાગરાજ સંસદીય બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર યોગેશ શુક્લાના ચૂંટણી પ્રચાર પહોંચેલા કેન્દ્રીય મંત્રી રાજીવ શુક્લા, ગુજરાતના નેતા હાર્દિક પટેલ અને પૂર્વ સાંસદ મોહમ્મદ અઝરૂદ્દીનને તાત્કાલિક ટ્યૂમર પીડિત બાળકીને દિલ્હીનો એઇમ્સ હોસ્પિટલમાં સારવાર કરાવવાના આદેશ આપ્યા.

આ ખાનગી પ્લેનમાં ભૂતપૂર્વ ક્રિકેટર અને કપ્તાન મોહમ્મદ અઝહરુદ્દીન અને હાર્દિક પટેલ પણ સાથે છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રિયંકા ગાંધી દિલ્હીમાં એક ઝૂપડપટ્ટીમાં જઈને 22 વર્ષીય આશિષ નામના દિવ્યાંગ વ્યક્તિના ઘરે પહોંચ્યા હતા અને તેની મદદ કરી હતી. અનેકવાર પ્રિયંકા ગાંધી આશિષને મળી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here