Tuesday, December 7, 2021
Homeપ્રિયંકા ગાંધીનું આ પોસ્ટર જોઈને એવું લાગે છે કે ખેલ તો જરૂર...
Array

પ્રિયંકા ગાંધીનું આ પોસ્ટર જોઈને એવું લાગે છે કે ખેલ તો જરૂર થશે

PM મોદીના મત વિસ્તાર વારાણસીમાં કોંગ્રેસના કાર્યકરોએ પ્રિયંકા ગાંધીના પોસ્ટર લગાડ્યા છે. પ્રિયંકા ગાંધીના પોસ્ટર સાથે કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ વારાણસીની રિક્ષા અને દીવાલો પર પોસ્ટર લગાવ્યા છે. પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહની લાગણી છે. પણ મહત્વનું છે કે પ્રિયંકા ગાંધીના પોસ્ટર સાથે કેટલાક સૂત્રો પણ વિવાદ જગાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસનો કાર્યકર્તા વારાણસીના સાંસદ તરીકે પ્રિયંકા ગાંધીની માગણી કરી રહ્યા છે. આ વાતથી એવું તારણ કાઢી શકાય કે પ્રિયંકા ગાંધી વારાણસીમાંથી PM મોદીની સામે ચૂંટણી લડી શકે છે. પરંતુ આ વસ્તુ તો જ શક્ય બનશે જો PM મોદી ફરીથી વારાણસીમાંથી ચૂંટણી માટે ઉભા રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments