Tuesday, September 28, 2021
Homeપ્રિયંકા ચોપરા આ વર્ષે નવ ફિલ્મો બનાવે છે, તેની લખેલી બુક પણ...
Array

પ્રિયંકા ચોપરા આ વર્ષે નવ ફિલ્મો બનાવે છે, તેની લખેલી બુક પણ પબ્લિશ થશે

બોલિવૂડ ડેસ્ક: પ્રિયંકા ચોપરાનુ નામ મનોરંજન જગતની ટોપ-50 મહિલાઓના લિસ્ટમાં સામેલ છે. પ્રિયંકા ચોપરા એક્ટ્રેસ, સિંગર, પ્રોડ્યૂસર, બ્રાન્ડ એમ્બેસેડર અને હવે તો તે ઇન્વેસ્ટર પણ બની ગઈ છે. મલ્ટિટાસ્કર પ્રિયંકા આ વર્ષે 9 ફિલ્મો પ્રોડ્યૂસ કરી રહી છે. સાથે-સાથે એક પુસ્તક પણ લખી રહી છે. બે મોટી ફિલ્મોમાં એક્ટિંગ કરી રહી છે. તેણે બે કંપનીઓમાં પોતાના રૂપિયા લગાવ્યા પણ છે, જેના પર પણ તે નજર રાખશે. અનેક બ્રાન્ડની જાહેરાત પણ શૂટ કરવાની છે. યુનિસેફની એમ્બેસેડર હોવાના કારણે તે અનેક પ્રવાસો પણ કરશે. પ્રિયંકાએ બોલિવૂડ અને હોલિવૂડમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી લીધું છે. પ્રિયંકાની આગામી હિન્દી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ 11 ઓક્ટોબરે રિલીઝ થશે. જ્યારે છેલ્લે તે હોલિવૂડની ફિલ્મ ‘ઇઝન્ટ ઈટ રોમેન્ટિક’માં દેખાઈ હતી.

રાઇટર પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાએ ગયા વર્ષે જ એની બુકની જાહેરાત કરી હતી. તેની બુકનું નામ ‘અનફિનિશ્ડ’ છે. આ બુક 2019માં પબ્લિશ થશે. Penguin Random House India પબ્લિકેશન પ્રિયંકાની બુકને પબ્લિશ કરી રહી છે. આ બુકમાં પ્રિયંકાના જીવનની અંગત વાતો, તેનાં અનુભવો, તેની સ્ટોરી હશે.

ઇન્વેસ્ટર પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાએ એ થોડા મહિના પહેલાં જ બમ્બલ એપમાં રોકાણ કર્યું છે. આ એક ડેટિંગ એપ છે, જેને પ્રખ્યાત ડેટિંગ એપ ટિન્ડરની સહસંસ્થાપક વિટની વોલ્ફ હર્ડે ટિન્ડર છોડ્યા પછી વર્ષ 2014માં લોન્ચ કરી હતી. તે તેની બ્રાન્ડ એમ્બેસેડર બનવાની સાથે તેની જાહેરાત પર પણ ધ્યાન આપી રહી છે. સેરેના વિલિયમ્સે પણ આ એપમાં રોકાણ કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments