Thursday, August 5, 2021
No menu items!
Homeપ્રિયંકા ચોપરા ની ડેટિંગ એપ પર સલમાન ખાને જોરદાર ટિપ્પણી કરી...
Array

પ્રિયંકા ચોપરા ની ડેટિંગ એપ પર સલમાન ખાને જોરદાર ટિપ્પણી કરી દીધી

બોલિવૂડ ડેસ્ક: હાલ સલમાન ખાન ફિલ્મ ‘ભારત’ ની સાથે-સાથે તેના હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘નોટબૂક’ નાં પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. નોટબૂક ફિલ્મના ટ્રેલર પરથી માલૂમ પડ્યું કે એક્ટર અને એક્ટ્રેસ એકબીજાને જોયાં વગર જ માત્ર પત્ર દ્વારા પ્રેમમાં પડી જાય છે. હાલ માટે તો આટલી સ્ટોરી જ ખબર છે બાકીની ફિલ્મ રિલીઝ થાય એટલે ખબર પડી જશે.

નોટબૂકના પ્રમોશન વખતે સલમાન ખાનને જયારે પ્રિયંકા ચોપરાની ડેટિંગ એપ બમ્બલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મજાકિયા અંદાજમાં જોરદાર જવાબ આપી દીધો. સલમાને કહ્યું કે તેના ફોનમાં કોઈ ડેટિંગ એપ નથી અને પ્રિયંકાએ તો લગ્ન કરી લીધા હવે તેને ડેટિંગ એપનું શું કામ છે ?

ભારતમાં ડેટિંગ એપનું વળગણ ઘણું વધી રહ્યું છે તેવામાં પ્રિયંકા ચોપરા થોડા જ સમયમાં બમ્બર ડેટિંગ એપ લોન્ચ કરવાની છે.

સલમાન ખાનની ફિલ્મ ભારતમાં કેટરીના કૈફની જગ્યાએ પ્રિયંકા ચોપરાને લેવાની હતી પરંતુ પ્રિયંકાના લગ્નને લીધે તારીખનો મેળ નહતો પડતો. પ્રિયંકાના નીકળી ગયા પછી આ ફિલ્મ કેટરીના કૈફને મળી ગઈ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments