Saturday, September 25, 2021
Homeપ્રિયંકા ની રેલી માં એક છોકરી ‘Namo Again’નું ટી-શર્ટ પહેરીને આવી તો...
Array

પ્રિયંકા ની રેલી માં એક છોકરી ‘Namo Again’નું ટી-શર્ટ પહેરીને આવી તો કોંગી નેતાઓએ કરી આવી બબાલ!

પ્રિયંકા ગાંધી ગંગા યાત્રા કરવા માટે નીકળા હતાં. અને તેનો અંતિમ દિવસ બુધવારે હતો. કૉંગ્રેસના મહાસચિવ અને પૂર્વ ઉત્તરપ્રદેશના ઇનચાર્જ પ્રિયંકા ગાંધીએ બુધવારે વારાણસીમાં તેમની ત્રણ દિવસની ગંગા યાત્રાને સમાપ્ત કરી હતી. પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજથી શરૂ થયેલી ગંગાની મુલાકાત દરમિયાન લગભગ 140 કિ.મી. મુસાફરી કરી હતી. જ્યારે પ્રિયંકા ગાંધીની વારાણસીની મુલાકાત ગુંચવણભરી હતી ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ યુવતી પર અભદ્રતા કરી એવો આરોપ મૂકવામાં આવ્યો હતો.

મીડિયા અહેવાલો અનુસાર પ્રિયંકા ગાંધીનાં કાર્યક્રમમાં ‘નમો અગેન’ લખાયેલી ટી-શર્ટ પહેરીને એક છોકરી પહોંચી હતી. આક્ષેપ કરવામાં આવ્યો છે કે કાર્યક્રમમાં વિવાદ શરૂ થયો હતો અને કોંગ્રેસી કાર્યકરોએ માંગ કરી હતી કે આ છોકરી ત્યાંથી નીકળી જવી જોઇએ.

આ ઘટનાનો એક વિડિયો પણ બહાર આવ્યો છે. છોકરીએ વીડિયોમાં કહ્યું કે તે કૉલેજની વિદ્યાર્થીની છે અને બીજેપી સાથે કોઈ જ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે તેઓ પીએમ મોદીને સપોર્ટ કરે છે અને આ ઘાટમાં ફરવા આવી છું. છોકરીએ કહ્યું કે કૉંગ્રેસના કાર્યકર્તાઓએ મને ભાજપનો કાર્યકર કહી અને ત્યાંથી નીકળી જવા માટે કહ્યું. આ સમય દરમિયાન ત્યાં બબાલ પણ થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments