પ્રિયંકા મિર્ઝાપુરથી રામનગર કારથી રવાના, નદીમાં પાણી ઓછું થવાથી કાર્યક્રમમાં ફેરફાર

0
0

મિર્ઝાપુર: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીની ગંગા યાત્રાનો આજે છેલ્લો દિવસ છે. તેમના કાર્યક્રમમાં બુધવારે સામાન્ય બદલાવ કરવામાં આવ્યો છે. હવે તેઓ મિર્ઝાપુરથી રામનગર માટે કારથી રવાના થયાં છે. રામનગરમાં તેઓ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના ઘરે જશે. આ ઉપરાંત કાશી સુધીની સફર ફરી એક વખત હોડીથી કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મિર્ઝાપુરમાં ગંગામાં પાણી ઓછું થવાના કારણે હોડીથી જવાની મંજૂરી મળી ન હતી.

મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં પ્રિયંક ગાંધી પહેલી વખત જઈ રહ્યાં છે. ત્યાં તેઓ અનેક કાર્યક્રમોથી પાર્ટી માટે આધાર બનાવવાના પ્રયાસો કરશે. પ્રિયંકા મિર્ઝાપુરથી રોડ માર્ગે વારાણસી જશે, જે બાદ તેઓ ગંગા પાર રામનગર પણ જશે. રામનગર ક્ષેત્રની મુલાકાત સમયે તેઓ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના ઘરે પણ જઈ શકે છે જ્યાં તેમના પરિવારની તેઓ મુલાકાત કરશે. જે બાદ હોડીથી તેઓ સુપ્રસિદ્ધ અસ્સી ઘાટ માટે રવાના થશે. અસ્સી ઘાટ પર તેઓ મલ્લાહ સંમેલનમાં ભાગ લેશે. મલ્લાહ સંમેલન પછી તેઓ દશાશ્વમેઘ ઘાટ પણ જશે. પ્રિયંકા બાબા વિશ્વનાથ મંદિરે જશે. જે પછી પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલાં 3 જવાનોના ઘરે પણ જઈ શકે છે. અને સાંજે 6 વાગ્યાની આસપાસ પ્રિયંકા દિલ્હી જવા રવાના થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here