પ્રિયંકા સામે બાળકોએ મોદીને આપી ગાળ, સ્મૃતિએ ટ્વિટ કરીને ગુસ્સો કાઢ્યો

0
21

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના ચાર તબક્કા પૂરા થઈ ગયા પછી હવે લડાઈ પાંચમા તબક્કા માટે છે. 6મેના રોજ થનારા મતદાનમાં ઘણી વીઆઈપી સીટ માટે મતદાન કરવામાં આવશે. તેમાં ઉત્તર પ્રદેશની અમેઠી સીટ પણ છે. અહીં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે તેમની બહેન પ્રિયંકા ગાંધીએ અભિયાન હાથમાં લીધુ છે. અહીં પ્રિયંકા ગાંધીની સામે બાળકોએ ‘ચોકીદાર ચોર છે’ની નારેબાજી કરતા વિવાદ થઈ ગયો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ વાતનો વિરોધ કર્યો હતો.

હકીકતમાં સ્મૃતિ ઈરાનીએ બુધવારે સવારે એક ટ્વિટ કરી હતી. તેમાં તેમણે એક વીડિયો શેર કરતાં લખ્યું કે, જુઓ વડાપ્રધાનને કેટલુ સહન કરવું પડે છે.

સ્મૃતિ ઈરાનીએ જે વીડિયો ટ્વિટ કર્યો છે તેમાં પ્રિયંકા ગાંધીની સામે અમુક બાળકો ચોકીદાર ચોર છેના નારા લગાવી રહ્યા છે. આ દરમિયાન બાળકોએ અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. આ વિશે સ્મૃતિ ઈરાનીએ સવાલ ઉભા કર્યા છે.

જોકે આ વાતમાં એક ટ્વિસ્ટ પણ છે. કારણકે સ્મૃતિ ઈરાનીએ જે વીડિયો પોસ્ટ કર્યો છે તે અડધો અધૂરો છે. જો તે આખો વીડિયો જોવામાં આવે તો જ્યારે બાળકો મોદી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે ત્યારે પ્રિયંકા તેમને તુરંત ટોકે છે અને પ્રિયંકાની સાથે ઉભા રહેલા લોકો પણ બાળકોને આવી નારેબાજી કરતાં રોકી રહ્યા છે.

પ્રિયંકા બાળકોને સમજાવે છે કે, આવું નહીં, આ સારું નથી, સારા બાળકો બનો. ત્યારપછી બાળકો રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવવાનું શરૂ કરે છે. ટ્વિટર પર હાલ આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે, સ્મૃતિ ઈરાની આ વખતે ફરી અમેઠીથી રાહુલ ગાંધીની સામે ચૂંટણી લડી રહી છે. 2014માં આ સીટ પરથી તેઓ રાહુલ ગાંધીની સામે હારી ગયા હતા. રાહુલ ગાંધી સમગ્ર દેશમાં પ્રચાર કરી રહ્યા છે. તેથી પ્રિયંકાએ અમેઠીની કમાન સંભાળી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વાંચલમાં પ્રભારી બનાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધી આ વખતે અમેઠીની સાથે સાથે કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here