Sunday, November 28, 2021
Homeપ્રેગનેન્ટ છે કરીના કપૂર ખાન, આ કારણે છુપાવી રહી છે બેબી બંપ
Array

પ્રેગનેન્ટ છે કરીના કપૂર ખાન, આ કારણે છુપાવી રહી છે બેબી બંપ

કરીના કપૂર ખાન હંમેશા પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. પરંતુ મંગળવારે એક્ટ્રેસ બેબી બંપ સાથે નજરે પડી. તસવીરો સામે આવ્યાં બાદ કરીનાની પ્રેગનેન્સીની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. પરંતુ કરીના રિયલ લાઇફમાં નહી પરંતુ રીલ લાઇફમાં પ્રેગનેન્ટ છે. હકીકતમાં સામે આવેલી લેટેસ્ટ તસવીરો કરીના કપૂરની અપકમિંગ ફિલ્મ ગૂડ ન્યૂઝની છે.

ફિલ્મ સ્ટુડિયોમાં કરીના ગ્રે ટીશર્ટ-પાયજામા સાથે સ્લીપરમાં જોવા મળી. કરીનાનો  લુક તેની ફિલ્મનો છે. આ ફિલ્મમાં તેની ઓપોઝીટ અક્ષય કુમાર છે. ફિલ્મની સ્ટોરી સરોગસી પર આધારિત છે.

https://www.instagram.com/p/BuW7NYcnmz-/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

સરોગસી પર તેની પહેલા વર્ષ 2002માં એક ફિલ્મ બની હતી. જેનું નામ હતું ‘ફિલહાલ’. ફિલ્મનું ડાયરેક્શન મેઘના ગુલઝારે કર્યુ હતુ. ફિલ્મમાં સુષ્મિતા સેન, તબ્બૂ, પલાશ સેન, સંજય સૂરી અને શિવાજી સતમ મુખ્ય કિરદારમાં હતાં.

https://www.instagram.com/p/BuJMoRsnPEY/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

વીરે દી વેડિંગ ફિલ્મ બાદ કરીના કપૂરનો આ પ્રોજેક્ટ ખૂબ જ ચર્ચામાં છે. તેનું કારણ ફિલ્મની સ્ટોરી છે. કરીનાનો રોલ ખૂબ જ દમદાર છે. કરીના સાથે ફિલ્મમાં દિલજીત દોસાંજ અને કિયારા અડવાણી પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

https://www.instagram.com/p/BuIyTbynkOL/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

મેકર્સ ગુડ ન્યૂઝની રિલિઝ ડેટની ઘોષણા કરી ચુક્યાં છે. કરણ જોહરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ફિલ્મ 19 જુલાઇના રોજ રિલિઝ થશે.

https://www.instagram.com/p/Btu0rTGHjte/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

ફિલ્મમાં અક્ષય કુમાર અને કરીનાની જોડી દર્શકો માટે ખૂબ ખાસ બની રહેશે. આ જોડી અગાઉ અનેક ફિલ્મોમાં નજરે આવી ચુકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments