પ્રેમિકાએ 1 લાખ મેસેજ કરી આશિકને આપી ધમકી, ‘લગ્નની ના પાડી તો કિડની કાઢી તળી નાખીશ.’

0
18

ઓનલાઈન ડેટિંગ સાઈટ પર મિત્ર બની અને એકબીજાના સંપર્કમાં આવતા કપલને ક્યારેક એવા કડવા અનુભવ થાય છે કે તેની કલ્પના પણ કરી ન શકાય. આવી જ એક ઘટના ફ્લોરિડામાં બની છે. અહીં એક યુવતી તેના મિત્રના ગળાડૂબ પ્રેમમાં પડી અને જ્યારે તે યુવકએ લગ્નની ના કહી તો તે એટલી ગુસ્સે થઈ કે તેણે તેના બોયફ્રેન્ડને 1 લાખ 60 હજાર મેસેજ કર્યા. યુવતીથી કંટાળી યુવકએ પોલીસ ફરીયાદ કરી અને પોલીસે તે યુવતીની ધરપકડ કરી. ફ્લોરિડાની જૈકલિન એડિસ પર આરોપ છે કે તેણે સ્કિનકેર કંપનીના ચીફ એક્ઝીક્યૂટિવને ધમકી ભર્યા મેસેજ કર્યા અને કિડની, હાથના હાડકા કાઢી તેને પકાવી દેવાની ધમકી આપી.

31 વર્ષની બ્યૂટીશિયન જૈકલિન પર ધમકી આપવા અને અપરાધ સાથે જોડાયેલી અન્ય કલમો અંતર્ગત કેસ નોંધાયો છે. જૈકલીનએ યુવકને કરેલા મેસેજમાં, તારા લોહીથી નહાવું, ચામડી ઉતારી હાથ પગના મોજાં બનાવવા, જેવી ધમકીઓનો સમાવેશ થાય છે. પોલીસએ મહિલાને આ પ્રકારના મેસેજ કરવા બદલ કેદ કરી લીધી છે. આ યુવતીની ધરપકડ પોલીસે ત્યારે કરી જ્યારે તે યુવકની ઓફિસમાં જઈ હોબાળો કરી રહી હતી.

એડિસ અને તે યુવકની મુલાકાત Luxy નામની વેબસાઈટ પર થઈ હતી. પરંતુ યુવક જે એક કંપનીનો સીઈઓ છે તે આ સંબંધને આગળ વધારવા માંગતો ન હતો. જ્યારે એડિસને આ વાતની ખબર પડી ત્યારે તેણે મેસેજ કરવાની શરૂઆત કરી દીધી. તે દિવસના 500 મેસેજ યુવકને કરવા લાગી અને 10 મહિનાના સમયમાં તેણે લાખો મેસેજ કરી દીધા. અંતે યુવકે મેસેજથી કંટાળી પોલીસ ફરિયાદ કરવી પડી. પોલીસએ જ્યારે યુવતીની ધરપકડ કરી અને આમ કરવાનું કારણ પુછ્યું તો તેણે જણાવ્યું કે તે યુવકને દેખાડવા માંગતી હતી કે તે અહીં રહે અને આ કામ કરે તો કેવી તકલીફ થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here